Skip to content

Achsah વિશે બાઇબલની કલમો: Caleb's daughter

9 કલમો · 2 પાસાં

Caleb's daughter વિશે કલમો

  1. ¶ કાલેબે કહ્યું, “જે કોઈ માણસ કિર્યાથ-સેફેર પર હુમલો કરશે અને તેને કબજે કરશે, તેને હું મારી દીકરી આખ્સાહ સાથે પરણાવીશ.”

  2. કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલે કિર્યાથ-સેફેર જીતી લીધું. તેથી કાલેબે તેની દીકરી આખ્સાહનાં લગ્ન તેની સાથે કરાવ્યાં.

  3. ¶ જયારે આખ્સાહ ઓથ્નીએલ પાસે આવી, ત્યારે એમ થયું કે, તેણે તેને તેના પિતા પાસેથી ખેતર માગવાની વિનંતી કરી. અને આખ્સા તેના ગધેડા પરથી ઊતરી. અને કાલેબે તેને કહ્યું કે, “તારે શું જોઈએ છે?”

  4. ¶ આખ્સાહએ ઉત્તર આપ્યો, “મારા પર વિશેષ કરીને કૃપા કર. તેં મને નેગેબની જમીન તો આપી જ છે, પાણીના થોડા ઝરા પણ મને આપ.” અને કાલેબે તેને ઉપરના ભાગના અને નીચાણના ભાગના ઝરા આપ્યાં.

  5. ત્યાર પછી યહૂદા કુળના પુરુષો પહાડી પ્રદેશમાં, નેગેબમાં જે કનાનીઓ રહેતા હતા તેઓની સાથે લડાઈ કરવાને ગયા.

  6. હેબ્રોનમાં રહેતા કનાનીઓ સામે યહૂદા આગળ વધ્યા અગાઉ હેબ્રોનનું નામ કિર્યાથ-આર્બા હતું, તેઓએ શેશાય, અહીમાન તથા તાલ્માયને નષ્ટ કર્યા.

  7. ¶ ત્યાંથી યહૂદા કુળના પુરુષો દબીરના રહેવાસીઓની વિરુદ્ધ આગળ વધ્યા અગાઉ દબીરનું નામ કિર્યાથ-સેફેર હતું.

  8. કાલેબે કહ્યું, “જે કોઈ કિર્યાથ-સેફેર પર આક્રમણ કરીને તેને જીતી લેશે તેની સાથે હું મારી દીકરી આખ્સાહનાં લગ્ન કરાવીશ.”

  9. કાલેબના નાના ભાઈ, કનાઝના દીકરા, ઓથ્નીએલે દબીરા જીતી લીધું, તેથી કાલેબે પોતાની દીકરી આખ્સાહનાં લગ્ન તેની સાથે કરાવ્યા.