મુખ્ય સામગ્રી પર જાઓ

Sihon

34 કલમો

Sihon નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ અને ખીણમાં, બેથ-હારામ તથા બેથ-નિમ્રાહ, સુક્કોથ, અને સાફોન, એટલે હેશ્બોનના રાજા સીહોનનું બાકી રહેલું રાજ્ય, યર્દનનો કિનારો, યર્દન પાર પૂર્વમાં કિન્નેરેથ સમુદ્રના છેડા સુધી મૂસાએ તેઓને આપ્યાં.

  2. ¶ ઇઝરાયલે અમોરીઓના રાજા સીહોન, જેણે હેશ્બોન પર રાજ કર્યું હતું તેને સંદેશો મોકલાવ્યો; ઇઝરાયલે તેને કહ્યું, “કૃપા કરીને, તારા દેશમાં થઈને અમને અમારા પ્રદેશમાં જવા દે.”

  3. પણ સીહોનને ઇઝરાયલ પર ભરોસો ન રાખ્યો. તેથી તેણે તેઓને તેમના પ્રદેશમાં થઈને જવા દીધા નહિ. પણ સીહોનને પોતાના સર્વ લોકોને એકત્ર કરીને યાહસામાં છાવણી કરી અને ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું.

  4. ¶ અને ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરે, ઇઝરાયલને વિજય અપાવીને સીહોનને તથા તેના સર્વ લોકોને તેમના હાથમાં સોંપ્યાં. તેથી ઇઝરાયલે અમોરીઓના આખા દેશ અને તેમા રેહતાં સર્વ જેઓ તે દેશમાં રહેતા હતા તેમનો કબજો લીધો.

  5. અમોરીઓના રાજા સીહોનના તથા બાશાનના રાજા ઓગના ગિલ્યાદ દેશમાં ઉરીનો દીકરો ગેબેર અને આ દેશમાં તે એકલો અધિકારી હતો.

  6. ¶ તમે તેઓને રાજ્યો તથા પ્રજાઓ આપ્યાં. અને તમે તેઓને આખો દેશ વહેંચી આપ્યો. હેશ્બોનના રાજા સીહોનના તથા બાશાનના રાજા ઓગના દેશમાં તમે તેઓને વતન આપ્યું.

  7. અમોરીઓના રાજા સીહોનને અને બાશાનના રાજા ઓગને અને કનાનના સર્વ રાજ્યોને તેમણે માર્યાં.

  8. અમોરીઓના રાજા સીહોનને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

  9. નાસી ગયેલા બળહીન નિર્વાસિતો હેશ્બોનની છાયા તળે વિસામો લે છે, હેશ્બોનમાંથી અગ્નિ અને સીહોનમાંથી જ્વાળાઓ નીકળીને, મોઆબની સીમ અને ગર્વિષ્ઠ લોકનાં માથાં ખાઈ જાય છે.