મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. તેઓ તમારા ઘરની સમૃદ્ધિથી પુષ્કળ તૃપ્ત થશે; તમારા આશીર્વાદોની નદીઓમાંથી તેઓ પીશે.

  2. કારણ કે તમારી પાસે જીવનનો ઝરો છે; અમે તમારા અજવાળામાં અજવાળું જોઈશું.

  3. જેઓ તમને ઓળખે છે, તેમના ઉપર તમારી દયા તથા જેમનાં હૃદય પવિત્ર છે, તેમની સાથે તમારું ન્યાયીપણું જારી રાખજો.

  4. યહોવાહ પર ભરોસો રાખ અને ભલું કર; દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ.

  5. પછી તું યહોવાહમાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે.

  6. તારા માર્ગો યહોવાહને સોંપ; તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે.

  7. તે તારું ન્યાયીપણું અજવાળાની માફક અને તારા પ્રામાણિકપણાને બપોરની માફક તેજસ્વી કરશે.

  8. યહોવાહની આગળ શાંત થા અને ધીરજથી તેમની રાહ જો. જે પોતાના માર્ગે આબાદ થાય છે અને કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.

  9. દુષ્કર્મીઓનો વિનાશ થશે, પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ દેશનું વતન પામશે.

  10. પ્રભુ તેની હાંસી કરશે, કેમ કે તે જુએ છે કે તેના દિવસો નજીક છે.

  11. કારણ કે દુષ્ટ લોકોના હાથોની શક્તિનો નાશ કરવામાં આવશે, પણ યહોવાહ નીતિમાન લોકોની કાળજી લેશે અને તેઓને ધરી રાખશે.

  12. યહોવાહ ન્યાયીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે અને તેઓનો વારસો સર્વ કાળ ટકી રહેશે

  13. પણ દુષ્ટો નાશ પામશે. યહોવાહના શત્રુઓ જેમ બળતણનો ધુમાડો થઈ જાય છે; તેમ નાશ પામશે.

  14. જેઓ ઈશ્વરથી આશીર્વાદિત છે, તેઓ દેશનો વારસો પામશે, જેઓ તેમનાથી શાપિત છે તેઓનો સંપૂર્ણ વિનાશ થશે.

  15. માણસનો માર્ગ યહોવાહને પસંદ પડે છે અને તે ઈશ્વર તરફના તેના માર્ગો સ્થિર કરે છે.

  16. જો કે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ, કેમ કે યહોવાહ તેનો હાથ પકડીને તેને નિભાવશે.

  17. કારણ કે યહોવાહ ન્યાયને ચાહે છે અને તે પોતાના વિશ્વાસુ ભક્તોને છોડી દેતા નથી. તે સદા તેઓનું રક્ષણ કરે છે, પણ દુષ્ટોનાં સંતાનનો વિનાશ કરશે.

  18. તેના પોતાના હૃદયમાં ઈશ્વરનો નિયમ છે; તેના પગ લપસી જશે નહિ.

  19. યહોવાહ ન્યાયીઓને દુષ્ટ માણસોના હાથમાં પડવા દેશે નહિ જ્યારે તેનો ન્યાય થશે, ત્યારે તે તેને દોષિત ઠરાવશે નહિ.

  20. યહોવાહની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે. જ્યારે દુષ્ટ લોકોનો નાશ થતો હશે, ત્યારે તું તે જોશે.

  21. યહોવાહ ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે; સંકટ સમયે તે તેઓનું રક્ષણ કરે છે.

  22. યહોવાહ તેઓને મદદ કરે છે અને તેમને છોડાવે છે. તે તેઓને દુષ્ટોથી છોડાવીને બચાવે છે કેમ કે તેઓએ તેમનો આશરો લીધો છે.

  23. હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ઠપકો ન આપો; તમારા કોપમાં મને શિક્ષા ન કરો.

  24. કેમ કે તમારાં બાણો મને વાગ્યાં છે અને તમારો હાથ મને જોરથી દાબે છે.

  25. તમારા ગુસ્સાને લીધે મારું આખું શરીર બીમાર છે; મારા પાપોને લીધે મારાં હાડકાંમાં આરોગ્ય નથી.