મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. કારણ કે હું યહોવાહને માર્ગે ચાલ્યો છું અને દુષ્ટતા કરીને મારા ઈશ્વરથી વિમુખ થયો નથી.

  2. હું તેમના સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું; મેં તેમના વિધિઓ મારી પાસેથી દૂર કર્યા નહોતા.

  3. વળી હું તેમની આગળ નિર્દોષ હતો અને હું અન્યાયથી દૂર રહ્યો.

  4. યહોવાહે મારું ન્યાયીપણું અને મારા હાથની શુદ્ધતા જોઈને તે પ્રમાણે મને પ્રતિદાન આપ્યું છે.

  5. જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો; જેઓ તમારી સાથે ન્યાયી છે, તેઓની સાથે તમે ન્યાયી દેખાશો.

  6. જેઓ શુદ્ધ છે તેઓની સાથે તમે શુદ્ધ છો; પણ જેઓ કપટી છે તેઓને સાથે હઠીલા દેખાશો.

  7. કેમ કે તમે દુઃખીઓને બચાવો છો, પણ અભિમાની લોકોને અપમાનિત કરો છો.

  8. કેમ કે તમે મારો દીવો સળગાવશો; યહોવાહ મારા ઈશ્વર મારા અંધકારનો પ્રકાશ કરશે.

  9. કેમ કે તમારાથી હું કિલ્લો પણ કૂદી જાઉં છું; મારા ઈશ્વરના કારણે હું કોટ કૂદી જાઉં છું.

  10. ઈશ્વરને માટે તેમનો માર્ગ તો સંપૂર્ણ છે. યહોવાહના શબ્દો શુદ્ધ છે! જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તે ઢાલ છે.

  11. કારણ કે યહોવાહ વિના બીજા ઈશ્વર કોણ છે? અમારા ઈશ્વર વિના બીજો ખડક કોણ છે?

  12. ઈશ્વર જે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધે છે અને મારો માર્ગ સીધો કરે છે.

  13. તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે. તમારા જમણા હાથથી તમે મને ટેકો આપ્યો છે અને તમારી અમીદ્રષ્ટીએ મને મોટો કર્યો છે.

  14. કારણ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; મારી સામે ચઢાઈ કરનારને તમે મારે તાબે કર્યા છે.

  15. તેઓએ મદદને માટે પોકાર કર્યો, પણ તેઓને બચાવનાર કોઈ નહોતું; તેઓએ યહોવાહને વિનંતી કરી, પણ તેમણે તેઓને કોઈ જવાબ આપ્યો નહિ.

  16. તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો. તમે મને બીજા દેશોનો અધિકારી બનાવો છો. જે લોકોને હું જાણતો નથી તેઓ મારી સેવા કરશે.

  17. યહોવાહ જીવતા જાગતા ઈશ્વર છે; મારા રક્ષકની સ્તુતિ હો. મારા ઉદ્ધાર કરનાર ઈશ્વર ઉત્તમ મનાઓ.

  18. એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે અને લોકોને મારે તાબે કરે છે તેમની સ્તુતિ થાઓ.

  19. તે મારા શત્રુઓથી મને છોડાવે છે! હા, મારી સામે ઊઠનારા પર તમે મને વિજય આપો છો! બલાત્કાર કરનાર માણસથી તમે મને બચાવો છો.

  20. માટે હે યહોવાહ, વિદેશીઓમાં હું તમારી સ્તુતિ કરીશ; હું તમારા નામનાં સ્તોત્ર ગાઈશ.

  21. તે પોતાના રાજાને વિજય આપે છે અને પોતાના અભિષિક્ત ઉપર, એટલે દાઉદ તથા તેના વંશજો ઉપર, સર્વકાળ કૃપા રાખે છે.

  22. આકાશો ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે!

  23. તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી ફેલાયેલી છે. તેઓમાં ઈશ્વરે સૂર્યને માટે મંડપ ઊભો કર્યો છે.

  24. યહોવાહના નિયમો સંપૂર્ણ છે, તે આત્માને તાજગી આપે છે; યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે ભોળાને બુદ્ધિમાન કરે છે.

  25. યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે; યહોવાહની આજ્ઞાઓ નિર્મળ છે, જે આંખોને પ્રકાશ આપે છે.