મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ ત્યારે યહોવાહે મૂસાને કહ્યું,

  2. પરંતુ મૂસાએ યહોવાહને કહ્યું, “ઇઝરાયલી લોકો જ મારું સાંભળતાં નથી; તો પછી ફારુન તો શાનો સાંભળે? વળી મને તો છટાપૂર્વક બોલતાં પણ આવડતું નથી.”

  3. પરંતુ યહોવાહે મૂસા અને હારુન સાથે વાતચીત કરી. તેઓને આજ્ઞા કરી કે, “તમે મિસરના રાજા ફારુન પાસે જાઓ. અને તેને તાકીદ આપો કે ઇઝરાયલી લોકોને મિસરમાંથી મુક્ત કરે.”

  4. ¶ આ રીતે હારુન અને મૂસા લેવી કુળના વંશજો હતા. તેઓની સાથે ઈશ્વરે વાત કરી હતી કે, “ઇઝરાયલીઓને તેઓનાં કુળોના સમૂહ પ્રમાણે મિસરમાંથી બહાર લઈ આવો.”

  5. ¶ ઈશ્વરે મિસર દેશમાં મૂસા સાથે વાત કરી તે દિવસે;

  6. તેમણે મૂસાને કહ્યું, “હું યહોવાહ છું, હું તને કહું છું, તે બધું જ તું મિસરના રાજા ફારુનને કહેજે.”

  7. અને મૂસાએ ઈશ્વરની સમક્ષ કહ્યું કે, “હું સ્પષ્ટ રીતે બોલી શકતો નથી તો પછી ફારુન મારી વાત કેવી રીતે સાંભળશે?”

  8. ¶ યહોવાહે મૂસાને કહ્યું, “જો, મેં તને ફારુનની આગળ ઈશ્વરને ઠેકાણે ઠરાવ્યો છે. તારો ભાઈ હારુન તારો પ્રબોધક થશે.

  9. હું તને જે આદેશ આપું છું તે બધા તું હારુનને જણાવજે. તારો ભાઈ હારુન એ વિગત ફારુનને જણાવશે કે ફારુન ઇઝરાયલી લોકોને મિસર દેશમાંથી જવા દે.

  10. ¶ પણ હું ફારુનને હઠાગ્રહી બનાવી દઈશ, જેથી તું જે કંઈ કહેશે, તેને તે માનશે નહિ. તેથી હું મિસર દેશમાં અનેક ચમત્કારો કરીશ.

  11. પણ ફારુન તમારું સાંભળશે નહિ, એટલે હું મિસર દેશ પર મારો હાથ ઉગામીશ, કઠોર શિક્ષા કરીશ. અને મારાં સૈન્યોને, મારી ઇઝરાયલી પ્રજાને, મિસરમાંથી બહાર લાવીશ.

  12. ત્યારે મિસરના લોકોને ખબર પડશે કે, “હું યહોવાહ છું, તેઓ જોતા રહેશે અને હું મારા લોકો ઇઝરાયલીઓને મુક્ત કરીશ.”

  13. ¶ મૂસાએ અને હારુને યહોવાહના આદેશોનું પાલન કર્યું.

  14. ¶ યહોવાહે મૂસા અને હારુનને કહ્યું,

  15. પછી મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા. અને યહોવાહની આજ્ઞા પ્રમાણે તેમણે કર્યુ. હારુને ફારુન અને તેના અમલદારો સમક્ષ પોતાની લાકડી જમીન પર નાખી અને તે સાપ બની ગઈ.

  16. તેમ છતાં ફારુને હઠાગ્રહ છોડ્યો નહિ. લોકોને જવા દેવાની ના પાડી. અને યહોવાહના કહ્યા મુજબ મૂસા અને હારુનની કહેલી વાત ફારુને લક્ષમાં લીધી નહિ.

  17. ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું, “ફારુન હઠીલો થયો છે, એ મારા લોકોને જવા દેવાનો ઇનકાર કરે છે;

  18. ¶ “ફારુન આવે ત્યારે કહેજે કે, હિબ્રૂઓના ઈશ્વર યહોવાહે મને તારી પાસે મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે, મારા લોકોને મારું ભજન કરવા માટે અરણ્યમાં જવા દે; ‘જો અત્યાર સુધી તેં યહોવાહની વાત કાને ધરી નથી.”

  19. હવે યહોવાહ કહે છે કે, ‘હું યહોવાહ છું. એની તમને ખબર પડી જશે. હવે હું મારા હાથમાંની લાકડી નીલ નદીના પાણી પર પછાડીશ એટલે સમગ્ર પાણી રક્ત થઈ જશે.

  20. ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું, “તું હારુનને કહે કે, તારી લાકડી હાથમાં લઈને મિસરનાં તમામ જળાશયો, નદીઓ, નહેરો અને તળાવો પર તારો હાથ ફેરવ એટલે તેમાંનુ બધું જ પાણી રક્ત બની જશે. અને સમગ્ર મિસર દેશમાં લાકડાંનાં અને પથ્થરનાં બધાં વાસણોમાંના પાણીનું પણ રક્ત થઈ જશે.”

  21. ¶ તેથી મૂસા અને હારુને યહોવાહે આપેલી આજ્ઞાનું પાલન કર્યું. હારુને ફારુન અને તેના અમલદારોના દેખતાં લાકડી વડે નીલના પાણી પર પ્રહાર કર્યો. તેથી તેમાંનું બધું જ પાણી રક્ત થઈ ગયું.

  22. તો સામે પક્ષે મિસરના જાદુગરોએ પણ પોતાના તંત્રમંત્રથી તે પ્રમાણે કર્યું. ફારુને મૂસા અને હારુનની વાત કાને ન ધરી. યહોવાહના જણાવ્યા મુજબ ફારુન હઠીલો થઈ ગયો.

  23. યહોવાહે નીલ નદી પર પ્રહાર કર્યા પછી સાત દિવસ પસાર થઈ ગયા.

  24. ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું, “ફારુન પાસે જઈને તેને જણાવ કે યહોવાહ એવું કહે છે: ‘મારા લોકોને મારી સેવા કરવા જવા દે.’

  25. પણ જો તું તેઓને જવા દેવાની ના પાડશે તો, હું મિસર દેશમાં દેડકાંઓ દ્વારા ઉપદ્રવ કરાવીશ.