મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યદૂથૂનના છ પુત્રો: ગદાલ્યા, સરી, યશાયા, શિમઈ, હશાબ્યા અને માત્તિથ્યા. તેઓ પોતાના પિતા યદૂથૂન કે જે વીણા વડે આભાર માનતો તથા ઈશ્વરની સ્તુતિ કરતી વખતે બોધકનું કામ કરતો હતો, તેના હાથ નીચે હતા.

  2. તેઓ રાજાના દ્રષ્ટા હેમાનના પુત્રો હતા. તેઓ શિંગ વગાડનારા હતા. ઈશ્વરે હેમાનને ચૌદ પુત્રો અને ત્રણ પુત્રીઓ આપ્યાં હતા.

  3. ¶ તેઓ સર્વ પોતાના પિતાના હાથ નીચે ફરજ બજાવતા હતા. અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઝાંઝો, સિતાર અને વાદન તથા ગાયન કરીને પ્રભુની સેવા કરતા હતા. આસાફ, યદૂથૂન તથા હેમાન પોતે તો રાજાના હાથ નીચે હતા.

  4. તેઓના ભાઈઓ ઈશ્વરની આગળ સંગીતમાં કુશળ તથા બાહોશ ગાયકો હતા. તેઓની કુલ સંખ્યા બસો અઠ્ઠયાસી હતી.

  5. છઠ્ઠો આમ્મીએલ, સાતમો ઇસ્સાખાર, આઠમો પુલ્લથાઈ. ઈશ્વરે ઓબેદ-અદોમને આશીર્વાદ આપ્યો હતો.

  6. ¶ એ મુખ્ય દ્વારપાળોની તેમના આગેવાનો દ્વારા ક્રમવાર ટુકડીઓ પાડવામાં આવી હતી. તેઓને પોતાના ભાઈઓની માફક ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

  7. ¶ લેવીઓ પૈકી અહિયા ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારો તથા અર્પિત વસ્તુઓના ભંડાર પર હતો.

  8. ઝેથામ અને તેનો ભાઈ યોએલ ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારોની સંભાળ રાખતા હતા.

  9. તે લોકોએ યુદ્ધ દરમિયાન મળેલી લૂંટમાંનો કેટલોક ભાગ ઈશ્વરનું ભક્તિસ્થાન સમારવા માટે આપ્યો હતો.

  10. હેબ્રોનીઓમાંના હશાબ્યા તથા તેના ભાઈઓ એક હજાર સાતસો શૂરવીર પુરુષો હતા. તેઓ ઈશ્વરના સર્વ કામ માટે તથા રાજાની સેવાની માટે યર્દન પાર પશ્ચિમ તરફના ઇઝરાયલના અધિકારીઓ હતા.

  11. યરિયાના ભાઈઓમાં પરાક્રમી પુરુષો તથા તેઓના કુટુંબોના સરદારોની સંખ્યા બે હજાર સાતસો હતી. તેઓને દાઉદ રાજાએ ઈશ્વર સંબંધી પ્રત્યેક બાબતને માટે તથા રાજાના કામ માટે રુબેનીઓ, ગાદીઓ, તથા મનાશ્શાના અર્ધકુળ પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપી.

  12. ¶ દાઉદે તેની પ્રજામાંથી વીસ વર્ષના તથા તેથી ઓછી વયના લોકોની વસ્તી ગણતરી કરાવી નહોતી, કારણ કે યહોવાહે, ઇઝરાયલીઓની સંખ્યા આકાશના તારાઓની જેમ વધારવાનું વચન આપ્યું હતું.

  13. ¶ દાઉદ રાજાએ તેઓ સમક્ષ ઊભા થઈને સંબોધન કર્યુ, “મારા ભાઈઓ અને મારા પ્રજાજનો, મારી વાત સાંભળો. યહોવાહના કરારકોશને માટે તથા આપણા ઈશ્વરના પાયાસનને માટે વિશ્રાંતિનું ભક્તિસ્થાન બાંધવાનું મારા મનમાં હતું અને મેં તેની તૈયારીઓ પણ કરી હતી.

  14. પણ ઈશ્વરે મને કહ્યું, ‘તું મારે નામે ભક્તિસ્થાન બાંધીશ નહિ, કારણ કે, તેં ઘણાં યુદ્ધો કર્યા છે અને પુષ્કળ લોહી વહેવડાવ્યું છે.’”

  15. ¶ તેમ છતાં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મારા પિતાના આખા કુટુંબમાંથી ઇઝરાયલ પર રાજા થવા માટે મને પસંદ કર્યો છે. યહૂદાના કુળમાંથી મારા પિતાના કુટુંબને પસંદ કર્યું છે અને તેઓ મારા પર એટલા બધાં કૃપાળુ હતા કે પિતાના પુત્રોમાંથી તેમણે મને પસંદ કરીને આખા ઇઝરાયલનો રાજા બનાવ્યો.

  16. યહોવાહે મને ઘણાં પુત્રો આપ્યાં તેમાંથી ઇઝરાયલ પર ઈશ્વરનું જે રાજ્ય છે તેના સિંહાસન પર બેસવા માટે મારા પુત્ર સુલેમાનને જ પસંદ કર્યો.

  17. ¶ ઈશ્વરે મને કહ્યું કે, ‘તારો પુત્ર સુલેમાન મારે માટે ભક્તિસ્થાન બાંધશે, કારણ કે, મેં તેને મારા પુત્ર તરીકે પસંદ કર્યો છે. અને હું તેનો પિતા થઈશ.

  18. જો તે મારી આજ્ઞાઓ તથા સૂચનોનું પાલન આજે કરે છે તે પ્રમાણે દૃઢતાથી કાયમ કરતો રહેશે, તો હું તેનું રાજ્ય સદાને માટે સ્થાપન કરીશ.’”

  19. ¶ માટે હવે ઈશ્વરની પ્રજા એટલે સર્વ ઇઝરાયલના જોતાં તથા આપણા ઈશ્વરના સાંભળતાં કહું છું કે, તમે પોતાના ઈશ્વર પ્રભુની સર્વ આજ્ઞાઓ પાળો તથા તે પર ધ્યાન રાખો, કે તમે આ સારા દેશનું વતન ભોગવો અને તમારાં બાળકોને માટે સદાને માટે તેનો વારસો મૂકી જાઓ.

  20. ¶ “વળી મારા પુત્ર સુલેમાનને જણાવું છું કે, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ અને સંપૂર્ણ અંત: કરણથી અને રાજીખુશીથી તેમની સેવા કર, ઈશ્વર સર્વનાં અંત: કરણો તપાસે છે, અને તેઓના વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને પ્રાપ્ત કરશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તેઓ તને સદાને માટે તજી દેશે.

  21. તું યાદ રાખજે કે, ઈશ્વરે તને ભક્તિસ્થાન બાંધવા માટે પસંદ કર્યો છે. બળવાન થા, અને કાળજીપૂર્વક તે કામ પૂરું કરજે.”

  22. ઈશ્વરના ભક્તિસ્થાનનાં આંગણાને માટે ચારે તરફના સર્વ ઓરડાઓને યહોવાહના ભક્તિસ્થાનનાં ભંડારો માટે તથા અર્પિત વસ્તુઓના ભંડારોને માટે જે કંઈ ઈશ્વરના આત્માએ તેના મનમાં નાખ્યું હતું તે સર્વ વિગતો એ નકશામાં દર્શાવેલી હતી.

  23. ¶ યાજકો અને લેવીઓની વારા પ્રમાણે ટુકડીઓ નિયુક્ત કરવા માટે, યહોવાહના સભાસ્થાનની સેવાના સર્વ કામને માટે તથા યહોવાહના સભાસ્થાનની સેવાનાં પાત્રોને માટે કરેલી સર્વ વ્યવસ્થા દાઉદે સુલેમાને કહી જણાવી.

  24. ¶ ધૂપ વેદી માટે ગાળેલું સોનું અને રથ માટે એટલે યહોવાહના કરારકોશ ઉપર પાંખો પ્રસારીને તેનું આચ્છાદન કરનાર કરુબોનો પ્રતિકૃતિને માટે જોઈતું સોનું પણ તોળીને આપ્યું.

  25. દાઉદે કહ્યું, “આ નકશાની સર્વ વિગતો અને સર્વ કામ વિષેના યહોવાહ તરફના લેખની મને સમજણ પાડવામાં આવી છે.”