મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. હવે તમે, પોતાની જાતને ઉપસ્થિત કરો, કે ઈશ્વરે જે સર્વ ન્યાયી કામો તમારે માટે તથા તમારા પિતૃઓ માટે કર્યા, તે સર્વ વિષે ઈશ્વરની હાજરીમાં હું રજૂઆત કરું.

  2. ¶ યાકૂબ મિસરમાં આવ્યો અને જયારે તમારા પિતૃઓ ઈશ્વરની આગળ રડ્યા, ત્યારે ઈશ્વરે મૂસા તથા હારુનને મોકલ્યા, તે તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યા અને આ જગ્યાએ વસાવ્યા.

  3. પણ પિતૃઓ પોતાના પ્રભુ ઈશ્વરને વીસરી ગયા; ત્યારે તેમણે હાસોરના સૈન્યના સેનાપતિ સીસરાના હાથમાં, પલિસ્તીઓના હાથમાં, મોઆબ રાજાના હાથમાં તેઓને વેચી દીધા. તેઓ બધા તમારા પૂર્વજો સામે લડયા.

  4. ¶ પૂર્વજોએ ઈશ્વર આગળ રડીને કહ્યું, ‘અમે પાપ કર્યું છે, કેમ કે અમે ઈશ્વરને તજીને બઆલિમ તથા દેવી આશ્તારોથની સેવા કરી છે. પણ હવે અમારા શત્રુઓના હાથમાંથી અમને છોડાવો અને અમે તમારી સેવા કરીશું.

  5. તેથી ઈશ્વરે યરુબાલ, બદાન, યિફતા, શમુએલને મોકલીને ચારેગમના તમારા શત્રુઓ પર તમને વિજય અપાવ્યો, જેથી તમે સલામત રહો.

  6. ¶ જયારે તમે જોયું કે આમ્મોનીઓનો રાજા નાહાશ તમારી પર ચઢી આવ્યો, ત્યારે ઈશ્વર તમારા પ્રભુ, તમારા રાજા હતા તે છતાં તમે મને કહ્યું કે, ‘એમ નહિ,! પણ અમારા પર એક રાજા અધિકાર ચલાવે.

  7. તો હવે જે રાજાને તમે પસંદ કર્યો છે, જેને તમે માંગી લીધો છે, જેને ઈશ્વરે તમારા પર રાજા અભિષિક્ત કર્યો છે, તે અહીં છે.

  8. ¶ જો તમે ઈશ્વરનો ભય રાખશો, તેની સેવા કરશો, તેની વાણી સાંભળશો અને ઈશ્વરની આજ્ઞાઓની વિરુદ્ધ બંડ નહિ કરો, ત્યારે તમે તથા જે રાજા તમારા ઉપર રાજ કરતો હોય તે પણ તમારા પ્રભુ ઈશ્વરનો અનુયાયી થશે.

  9. પણ જો તમે ઈશ્વરની વાણી સાંભળશો નહિ, પણ ઈશ્વરની આજ્ઞાઓની વિરુદ્ધ બંડ કરશો, તો ઈશ્વરનો હાથ તમારી વિરુદ્ધ થશે, જેમ તમારા પિતૃઓની વિરુદ્ધ હતો.

  10. ¶ તો હવે ઊભા રહો અને જે મહાન કૃત્ય તમારી દ્રષ્ટિ આગળ ઈશ્વર કરશે તે તમે જુઓ.

  11. આજે ઘઉંની કાપણી નથી શું? હું ઈશ્વરને વિનંતી કરીશ, કે તે ગર્જના તથા વરસાદ મોકલે. ત્યારે તમે જાણો તથા જુઓ કે પોતાના માટે રાજા માગીને ઈશ્વરની નજરમાં તમે દુષ્ટતા કરી છે તે મોટી છે.”

  12. તેથી શમુએલે ઈશ્વરને વિનંતી કરી; તે દિવસે ઈશ્વરે ગર્જના તથા વરસાદ મોકલ્યા. ત્યારે સર્વ લોકો ઈશ્વરથી તથા શમુએલથી ભયભીત થયા.

  13. ¶ લોકોએ શમુએલને કહ્યું, “તારા સેવકોને સારુ તારા પ્રભુ ઈશ્વરને પ્રાર્થના કર કે, અમે માર્યા ન જઈએ. કેમ કે અમે અમારે સારુ રાજા માગ્યો તેથી અમારા સઘળાં પાપોમાં આ દુષ્ટતાનો ઉમેરો થયો છે.”

  14. શમુએલે કહ્યું, “બીહો મા, એ સર્વ દુષ્ટતા તમે કરી છે, પરંતુ ઈશ્વરની પાછળ ચાલવાથી ફરી જશો નહિ, પણ તમારા પૂર્ણ હૃદયથી તમે ઈશ્વરની સેવા કરો.

  15. ¶ કેમ કે ઈશ્વર પોતાના મોટા નામને સારુ, પોતાના લોકોને તજી દેશે નહિ; કેમ કે તમને પોતાના ખાસ લોકો કરવા એ ઈશ્વરને સારું લાગ્યું છે.

  16. વળી મારા માટે, એવું ન થાય કે તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ હું ઈશ્વરની વિરુદ્ધ કરું. પણ હું તમને સાચા તથા ખરા રસ્તે ચાલતા શીખવીશ.

  17. ¶ કેવળ ઈશ્વરની બીક રાખો અને સત્યતાથી તમારા પૂર્ણ હૃદયથી તેની સેવા કરો, કેમ કે જે મહાન કૃત્યો તમારે સારુ તેમણે કર્યા છે તેનો તમે વિચાર કરો.

  18. માટે મેં કહ્યું, ‘હવે પલિસ્તીઓ મારા પર ગિલ્ગાલમાં ઘસી આવશે અને મેં ઈશ્વરની કૃપાની માગણી કરી નથી.’ તેથી મેં ના છૂટકે મારી જાતે દહનીયાર્પણ કર્યું છે.”

  19. ¶ પછી શમુએલે શાઉલને કહ્યું, “તેં આ મૂર્ખાઈ ભરેલું કાર્ય કર્યું છે. તેં તારા પ્રભુ ઈશ્વરે જે આજ્ઞા તને આપી હતી તે પાળી નથી. જો પાળી હોત તો હમણાં ઈશ્વરે ઇઝરાયલ ઉપર તારું રાજ્ય સદાને માટે સ્થાપન કર્યું હોત.

  20. પણ હવે તારું રાજ્ય સદા ટકશે નહિ. ઈશ્વરે પોતાને મનગમતો એક માણસ શોધી કાઢ્યો છે અને ઈશ્વરે પોતાના લોકો પર રાજા તરીકે તેની નિમણૂક કરી છે, કેમ કે ઈશ્વરે જે આજ્ઞા તને આપી તે તેં પાળી નથી.”

  21. અને શીલોમાં ઈશ્વરના યાજક એલીના દીકરા, ફીનહાસના દીકરા, ઇખાબોદના ભાઈ, અહિટૂબના દીકરા અહિયાએ એફોદ પહેરેલો હતો. યોનાથાન ગયો છે તે લોકો જાણતા નહોતા.

  22. ¶ યોનાથાને પોતાના જુવાન શસ્ત્રવાહકને કહ્યું, “આવ, આપણે બેસુન્નતીઓના લશ્કરની છાવણીમાં જઈએ. કદાચ ઈશ્વર આપણા માટે કામ કરશે, કેમ કે થોડાની મારફતે કે ઘણાની મારફતે બચાવવામાં ઈશ્વરને કોઈ અવરોધ હોતો નથી.”

  23. પણ જો તેઓ કહેશે, ‘અમારી પાસે ઉપર આવો,’ તો પછી આપણે ઉપર જઈશું; કેમ કે ઈશ્વરે તેઓને આપણા હાથમાં સોંપી દીધા છે. એ આપણે સારુ ચિહ્ન થશે.”

  24. પછી લશ્કરના માણસોએ યોનાથાનને તથા તેના શસ્ત્રવાહકને કહ્યું, “અમારી પાસે ઉપર આવો, અમે તમને કંઈક બતાવીએ.” યોનાથાને પોતાના શસ્ત્રવાહકને કહ્યું, “મારી પાછળ આવ, કેમ કે ઈશ્વરે તેઓને ઇઝરાયલના હાથમાં સોંપી દીધા છે.”

  25. ¶ શાઉલે અહિયાને કહ્યું, “ઈશ્વરનો કોશ અહીં લાવ” કેમ કે તે વખતે ઈશ્વરનો કોશ ઇઝરાયલના સૈનિકો સાથે અહિયા પાસે હતો.