Skip to content

Ahimelech

12 કલમો · 2 કુટુંબના સભ્યો

આ નામે પણ ઓળખાય છે: Ahiah

Ahimelech નો ઉલ્લેખ કરતી કલમો

  1. અને શીલોમાં ઈશ્વરના યાજક એલીના દીકરા, ફીનહાસના દીકરા, ઇખાબોદના ભાઈ, અહિટૂબના દીકરા અહિયાએ એફોદ પહેરેલો હતો. યોનાથાન ગયો છે તે લોકો જાણતા નહોતા.

  2. ¶ શાઉલે અહિયાને કહ્યું, “ઈશ્વરનો કોશ અહીં લાવ” કેમ કે તે વખતે ઈશ્વરનો કોશ ઇઝરાયલના સૈનિકો સાથે અહિયા પાસે હતો.

  3. ¶ પછી દાઉદ નોબમાં અહીમેલેખ યાજક પાસે આવ્યો. અહીમેલેખે ધ્રૂજતાં ધ્રૂજતાં દાઉદને મળવા આવીને તેને કહ્યું, “તું એકલો કેમ છે, તારી સાથે કોઈ માણસ કેમ નથી?”

  4. દાઉદે અહીમેલેખ યાજકને કહ્યું, “રાજાએ મને એક કામ માટે મોકલ્યો છે અને મને કહ્યું ‘જે કામ માટે હું તને મોકલું છું અને જે આજ્ઞા મેં તને આપી છે તે વિષે કોઈને ખબર ન પડે.’ મેં જુવાન માણસોને અમુક જગ્યાએ નીમ્યા છે.

  5. ¶ દાઉદે અહીમેલેખને કહ્યું, “હવે તારા હાથમાં ભાલો કે તલવાર નથી? રાજાનું કામ ઉતાવળું હતું, તેથી હું મારી તલવાર કે મારું શસ્ત્ર મારી સાથે લાવ્યો નથી.”

  6. ¶ ત્યારે દોએગ અદોમી, જે શાઉલના ચાકરો પાસે ઊભો હતો, તેણે ઉત્તર આપ્યો, “મેં યિશાઈના દીકરાને નોબમાં અહિટૂબના દીકરા અહીમેલેખ યાજક પાસે આવતો જોયો હતો.

  7. ¶ પછી રાજાએ અહિટૂબના દીકરા, અહીમેલેખ યાજકને તથા તેના કુટુંબનાં જેઓ, નોબમાં હતા તેઓને બોલાવવા એક જણને મોકલ્યો. તેઓ સર્વ રાજા પાસે આવ્યા.

  8. ¶ પછી અહીમેલેખે રાજાને ઉત્તર આપ્યો, “દાઉદ કે જે રાજાનો જમાઈ છે, જે તમારો અંગરક્ષક છે તથા જે તમારા દરબારમાં માનવંતો છે, તેના જેવો વિશ્વાસુ તમારામાંના સર્વ ચાકરોમાં અન્ય કોણ છે?

  9. ¶ રાજાએ જવાબ આપ્યો, “અહીમેલેખ તું તથા તારા પિતાના ઘરનાં સર્વ નિશ્ચે મરણ પામશો.”

  10. ¶ પણ અહિટૂબના દીકરા અહીમેલેખના દીકરાઓમાંનો એક દીકરો, જેનું નામ અબ્યાથાર હતું, તે બચી ગયો તે દાઉદ પાસે નાસી ગયો.

  11. જયારે અહીમેલેખનો દીકરો અબ્યાથાર દાઉદ પાસે કઈલામાં નાસી આવ્યો, ત્યારે તે પોતાના હાથમાં એક એફોદ લેતો આવ્યો હતો.

  12. ઓ શક્તિશાળી માણસ, તું તારાં દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે? ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે.