Skip to content
સોલોમનના ગીતો ૭:૧૧-૧૩

ખેતરોમાં નિકટતાનું આમંત્રણ

સોલોમનના ગીતો ૭:૧૧-૧૩
૧૧
હે મારા પ્રીતમ, ચાલ, આપણે નગરમાં જઈએ; અને આપણે ગામોમાં ઉતારો કરીએ.
૧૨
આપણે વહેલા ઊઠીને દ્રાક્ષવાડીઓમાં જઈએ; દ્રાક્ષવેલાને મોર આવ્યો છે કે નહિ તે જોઈએ, તેનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ, અને દાડમડીઓને ફૂલ બેઠાં છે કે નહિ, તે આપણે જોઈએ. ત્યાં હું તને મારી પ્રીતિનો અનુભવ કરાવીશ.
૧૩
ત્યાં રીંગણાંઓ તેની સુગંધ પ્રસરાવે છે; વળી આપણા આંગણામાં સર્વ પ્રકારનાં જૂનાં અને નવાં ફળો છે, તે હે મારા પ્રીતમ, મેં તારા માટે સાચવી રાખ્યાં છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options