Skip to content
સોલોમનના ગીતો ૭:૬-૯

સોલોમનના ગીતો ૭:૬-૯

મારી પ્રિયતમા તું કેવી પ્રેમાળ અને અતિ સુંદર છે, તથા વિનોદ કરવા લાયક અને આનંદદાયક છે!
તારું કદ ખજૂરીના વૃક્ષ જેવું છે, અને તારાં સ્તનો દ્રાક્ષાની લૂમો જેવા છે.
મેં વિચાર્યું કે, “હું ખજૂરીના વૃક્ષ પર ચઢીશ; હું તેની ડાળીઓ પકડીશ.” તારાં સ્તન દ્રાક્ષની લૂમો જેવાં થાય, તારા શ્વાસની સુગંધ સફરજન જેવી થાય.
તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય, જે દ્રાક્ષારસ મારા પ્રીતમ માટે છે, અને તેના હોઠો તથા દાંત ઉપર થઈને સરળતાથી પેટમાં ઊતરી જાય છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options