સોલોમનના ગીતો ૮:૧-૪
૧
જો તું મારી માના થાનને ધાવેલો મારો સગો ભાઈ હોત તો કેવું સારું. જ્યારે તું મને બહાર મળત, ત્યારે હું તને ચુંબન કરત, તેમ છતાં કોઈ મને ધિક્કારત નહિ.
૨
હું તને મારી માતાના ઘરમાં લઈ આવત કે, અને તું મને શીખવત. હું તને મસાલેદાર દ્રાક્ષારસ, અને તને મારા દાડમનો રસ પીવાને આપત.
૩
તેનો ડાબો હાથ મારા માથા નીચે છે; તેનો જમણો હાથ મને આલિંગન કરે છે.
૪
ઓ યરુશાલેમની યુવતીઓ, હું તમને સોગન આપીને કહું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે મારા પ્રીતમને જગાડશો નહી.
Settings