ข้ามไปยังเนื้อหา
ફિલિપ્પીઓને પત્ર ૨:૧૯-૩૦

પાઉલની યોજનાઓ: તિમોથી અને એપાફ્રદિત

ફિલિપ્પીઓને પત્ર ૨:૧૯-૩૦
૧૯
પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે, હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, જેથી તમારી ખબર જાણીને મને પણ આનંદ થાય.
૨૦
કેમ કે તમારી સંભાળ સારી રીતે રાખે તેવો તિમોથી જેવા સારા સ્વભાવવાળો બીજો કોઈ માણસ મારી પાસે નથી.
૨૧
કેમ કે સર્વ માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહિ, પણ પોતાની જ વાત શોધે છે.
૨૨
પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો પિતાની સાથે કામ કરે, તેમ તેણે સુવાર્તા ના પ્રસાર ને માટે મારી સાથે સેવા કરી.
૨૩
એ માટે હું આશા રાખું છું કે, જયારે મારા વિષે શું થવાનું છે તે હું જાણીશ કે તરત હું તેને મોકલી દઈશ;
૨૪
વળી હું પ્રભુમાં ભરોસો રાખું છું કે, હું પોતે પણ વહેલો આવીશ.
૨૫
તોપણ મારો ભાઈ એપાફ્રોદિતસ, મારી સાથે કામ કરનાર તથા સહયોદ્ધો, તેમ જ તમારો સંદેશવાહક તથા મારી જરૂરિયાત પૂરી પાડનાર છે’ તેને તમારી પાસે મોકલવાની અગત્ય મને જણાઈ;
૨૬
કારણ કે તે તમો સર્વ પર બહુ પ્રેમ રાખતો હતો અને તે ઘણો ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે બીમાર છે;
૨૭
તે મરણતોલ બીમાર હતો ખરો; પણ ઈશ્વરે તેના પર દયા કરી, કેવળ તેના પર જ નહિ, પણ મારા પર પણ કે, મને શોક ન થાય અને આઘાત ન લાગે.
૨૮
તમે તેને જોઈને ફરીથી ખુશ થાઓ અને મારું દુઃખ પણ ઓછું થાય, માટે મેં ખૂબ ઉતાવળે તેને મોકલ્યો.
૨૯
માટે તમે પૂર્ણ આનંદથી પ્રભુને નામે તેનો આદરસત્કાર કરો; અને એવાઓને માનયોગ્ય ગણો;
૩૦
કેમ કે ખ્રિસ્તનાં કામને માટે તે મરણની નજીક આવી ગયો અને મારે અર્થે તમારી સેવામાં જે અધૂરું હતું તે સંપૂર્ણ કરવાને તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options