Skip to content
ગણના ૧૩:૩-૧૬

ગણના ૧૩:૩-૧૬

૩
અને યહોવાહની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના આગેવાનો હતા.
૪
તેઓનાં નામ આ પ્રમાણે છે; રુબેનના કુળમાંથી, ઝાક્કૂરનો દીકરો શામ્મૂઆ.
૫
શિમયોનના કુળમાંથી હોરીનો દીકરો શાફાટ.
૬
યહૂદાના કુળમાંથી, યફૂન્નેનો દીકરો કાલેબ.
૭
ઇસ્સાખારના કુળમાંથી, યૂસફનો દીકરો ઈગાલ.
૮
એફ્રાઇમના કુળમાંથી, નૂનનો દીકરો હોશિયા.
૯
બિન્યામીનના કુળમાંથી, રાફુનો દીકરો પાલ્ટી.
૧૦
ઝબુલોનના કુળમાંથી, સોદીનો દીકરો ગાદીયેલ.
૧૧
યૂસફના કુળમાંથી એટલે મનાશ્શા કુળમાંથી, સુસીનો દીકરો ગાદી.
૧૨
દાન કુળમાંથી, ગમાલીનો દીકરો આમ્મીએલ.
૧૩
આશેરના કુળમાંથી, મિખાએલનો દીકરો સથુર.
૧૪
નફતાલીના કુળમાંથી, વોફસીનો દીકરો નાહબી.
૧૫
ગાદના કુળમાંથી, માખીરનો દીકરો ગુએલ.
૧૬
જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવા મોકલ્યા તેઓનાં નામ એ હતાં. મૂસાએ નૂનના દીકરા હોશિયાનું નામ બદલીને યહોશુઆ રાખ્યું.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0