Skip to content
માથ્થી ૧૩:૪૪-૫૨

મૂલ્ય અને ન્યાયનાં દૃષ્ટાંતો

માથ્થી ૧૩:૪૪-૫૨
૪૪
વળી સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે; કે જે એક માણસને મળ્યું, પછી તેણે તે સંતાડી રાખ્યું. તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખેતર વેચાતું લીધું.
૪૫
વળી સ્વર્ગનું રાજ્ય સારાં મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે.
૪૬
જયારે તેને અતિ મૂલ્યવાન મોતી મળ્યું, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખરીદી લીધું.
૪૭
વળી સ્વર્ગનું રાજ્ય જાળના જેવું છે, જેને સમુદ્રમાં નાખવામાં આવ્યું, અને દરેક જાતનાં સમુદ્રજીવો તેમાં સમેટાયા.
૪૮
જયારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, બેસીને જે સારું હતું તે તેઓએ વાસણમાં એકઠું કર્યું, પણ નરસું ફેંકી દીધું.
૪૯
એમ જ જગતને અંતે પણ થશે; સ્વર્ગદૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદાં પાડશે,
૫૦
અને તેઓ તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.
૫૧
શું તમે એ બધી વાતો સમજ્યા?” તેઓએ ઈસુને કહ્યું કે, “હા.”
૫૨
ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “દરેક શાસ્ત્રી જે સ્વર્ગના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરમાલિક કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options