Skip to content
માર્ક ૧૪:૧૭-૨૧

ઈસુ પોતાના દગાની આગાહી કરે છે

માર્ક ૧૪:૧૭-૨૧
૧૭
સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે તે આવ્યા.
૧૮
અને તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંનો એક, જે મારી સાથે ખાય છે, તે મને ધરપકડ કરશે.’”
૧૯
તેઓ દુ:ખી થઈ ગયા; અને એક પછી એક ઈસુને કહેવા લાગ્યા કે, ‘શું તે હું છું?’”
૨૦
તેમણે તેઓને કહ્યું કે, ‘બારમાંનો એક, જે મારી સાથે થાળીમાં રોટલી બોળે છે તે જ તે છે.
૨૧
કેમ કે માણસના દીકરા સંબંધી જેમ લખ્યું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસના દીકરાની ધરપકડ કરાવે છે, તે માણસને અફસોસ. જો તે માણસ જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું હોત.’”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options