મુખ્ય સામગ્રી પર જાઓ
માલાખી ૨:૧૭

વચનોથી પ્રભુને કંટાળવવો

માલાખી ૨:૧૭
આસપાસના સંદર્ભ સાથે કલમ ૧૭ બતાવી રહ્યા છીએ.
૧૪
પણ તું કહે છે, “શા માટે તે નહિ?” કેમ કે, યહોવાહ તારી અને તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયા છે, જોકે તે તારી સાથી અને કરારની રૂએ તારી પત્ની હતી છતાં તું તેને અવિશ્વાસુ રહ્યો છે.
૧૫
શું તેણે પોતાના આત્માનાં અંશ વડે તમને એક બનાવ્યા નથી? અને શા માટે તેમણે તમને એક બનાવ્યા છે? કેમ કે તે ધાર્મિક સંતાનની આશા રાખતા હતા? માટે તમારા આત્મા વિષે સાવધ રહો, કોઈ પણ પોતાની જુવાનીની પત્નીને અવિશ્વાસુ ન રહે.
૧૬
કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે કે, “હું છૂટાછેડાને ધિક્કારું છું, સૈન્યોના યહોવાહ કહે છે “જે પોતાની પત્ની પર જુલમ કરે છે તેને હું ધિક્કારું છું. “માટે તમારા આત્મા વિષે સાવધ રહો અને અવિશ્વાસુ ન બનો.”
૧૭
તમે તમારા શબ્દોથી યહોવાહને કંટાળો ઉપજાવ્યો છે. પણ તમે કહો છો કે, “કેવી રીતે અમે તેમને કંટાળો ઉપજાવ્યો છે? “દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાહની નજરમાં સારો છે, તેનાથી તેઓ પ્રસન્ન થાય છે; અથવા ઈશ્વરનો ન્યાય ક્યાં છે?” એવું કહીને તમે તેમને કંટાળો ઉપજાવ્યો છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options