Skip to content
લૂક ૨૧:૧૨-૧૯

લૂક ૨૧:૧૨-૧૯

૧૨
પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, તમને સતાવશે અને સભાસ્થાનો તથા જેલના અધિકારીઓને હવાલે કરશે, અને રાજાઓ તથા રાજ્યપાલ સમક્ષ લઈ જશે.
૧૩
એ તમારે સારુ સુવાર્તા સંભળાવવી તે તમારે સારુ સાક્ષીરૂપ બની રહેશે.
૧૪
માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે અગાઉથી ચિંતા કરવી નહિ.
૧૫
કેમ કે હું તમને એવું મુખ તથા એવી બુદ્ધિ આપીશ, કે તમારો કોઈ પણ વિરોધી તમારી સાથે વાદવિવાદ કરી શકશે નહિ અને તમારી સામે થઈ શકશે નહિ.
૧૬
માબાપથી, ભાઈઓથી, સગાંથી તથા મિત્રોથી પણ તમે પરાધીન કરાશો; તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે.
૧૭
મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે.
૧૮
પણ તમારા માથાના એક વાળનો પણ નાશ થશે નહિ.
૧૯
તમારી ધીરજથી તમારા જીવને તમે બચાવશો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options