ન્યાયાધીશો ૧૮:૧૪-૨૬
૧૪
¶ પછી જે પાંચ માણસો લાઈશના દેશની જાસૂસી કરવા ગયા હતા તેઓએ તેઓના સંબંધીઓને કહ્યું, “શું તમે જાણો છો કે આ ઘરોમાં એફોદ, તરાફીમ, કોતરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ છે? હવે તમે નિર્ણય કરો કે શું કરવું.”
૧૫
¶ તેથી તેઓ ત્યાંથી ફરીને જુવાન લેવી, મિખાના ઘરમાં ગયા. અને તેઓએ તેને ખબરઅંતર પૂછી.
૧૬
અને દાનના કુળના છસો માણસો, યુદ્ધ માટેના હથિયારો સજીને પ્રવેશ દ્વાર આગળ ઊભા રહ્યા.
૧૭
¶ પાંચ માણસો કે જેઓ દેશની જાસૂસી કરવાને ગયા હતા તેઓએ ઘરમાં જઈને કોતરેલી મૂર્તિ, એફોદ, તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ લીધી, ત્યારે યુદ્ધ માટે હથિયારોથી સજ્જ થયેલા પેલા છસો માણસો સાથે યાજકો દરવાજાના પ્રવેશ દ્વાર આગળ ઊભો રહેલો હતો.
૧૮
જયારે તેઓ મિખાના ઘરમાં ગયા અને કોતરેલી મૂર્તિ, એફોદ, તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ આવ્યા ત્યારે યાજકે તેઓને કહ્યું, “તમે આ શું કરો છો?”
૧૯
¶ તેઓએ તેને કહ્યું, “છાનો રહે! તારો હાથ તારા મુખ પર મૂક અને અમારી સાથે આવ અને અમારો પિતા તથા યાજકો થા. શું એ વધારે સારું નથી કે તારે એક ઘરના યાજકો થવા કરતાં, ઇઝરાયલના એક કુળના યાજક થવું?”
૨૦
યાજકોનું હૃદય આનંદથી ભરાઈ ગયું. એફોદ, તરાફીમ, કોતરેલી મૂર્તિ લઈને તે તેઓની સાથે ચાલ્યો ગયો.
૨૧
¶ તેથી તેઓ પાછા વળીને ચાલ્યા ગયા. તેઓએ તેઓની સામે નાનાં બાળકોને, જાનવરોને તથા પોતાની માલમિલકતોને આગળ રાખ્યાં.
૨૨
જયારે તેઓ મિખાના ઘરથી ઘણે દૂર ગયા, ત્યારે મિખાના ઘરની પાસેના ઘરના માણસોએ એકત્ર થઈને દાનપુત્રોને પકડી પાડ્યા.
૨૩
તેઓએ દાનપુત્રોને ઊંચા અવાજે પોકાર્યા એટલે તેઓએ પાછા ફરીને મિખાને કહ્યું, “શા માટે તું મોટું ટોળું લઈને અમારી પાછળ આવે છો?”
૨૪
¶ તેણે કહ્યું, “મેં બનાવેલા દેવોને તમે ચોરી લીધા છે અને યાજકને પણ લઈ જઈ રહ્યા છો. બીજું શું બાકી રહ્યું છે? તેમ છતાં તમે મને કેમ પૂછી રહ્યા છો, કે ‘તને શો સંતાપ છે?’”
૨૫
દાનના લોકોએ તેને કહ્યું, મોટેથી ન બોલ. “અમારે તારો અવાજ સાંભળવો નથી! કેમ કે કેટલાક અત્યંત ક્રોધિત માણસો તારા પર હુમલો કરશે અને તું તથા તારા ઘરનાં માર્યા જશો.”
૨૬
ત્યારે પછી દાનના લોકોએ પોતાનો રસ્તો પકડ્યો. જયારે મિખાને જણાયું કે તેઓ તેના કરતાં બળવાન હતા, ત્યારે તે પાછો વળ્યો અને પોતાને ઘરે ગયો.
Settings