Skip to content
યહોશુઆ ૮:૯-૧૭

યહોશુઆ ૮:૯-૧૭

યહોશુઆએ તેઓને બહાર મોકલ્યા અને તેઓ હુમલો કરવાની જગ્યાએ ગયા. તેઓ બેથેલ તથા આય વચ્ચે એટલે કે પશ્ચિમ તરફ આયની વચ્ચે સંતાયા. પણ તે રાતે યહોશુઆ લોકોની વચ્ચે રહ્યો.
૧૦
યહોશુઆ સવારે વહેલો ઊઠયો અને તેણે સૈનિકોને તૈયાર કર્યા. યહોશુઆ અને ઇઝરાયલના વડીલોએ આયના લોકો પર હુમલો કર્યો.
૧૧
સર્વ લડવૈયા પુરુષો કે જે તેની સાથે હતા તેઓ ઉપર ગયા અને નગર પાસે પહોંચ્યા. તેઓએ નગરની નજીક જઈને આયની ઉત્તર બાજુએ છાવણી કરી. ત્યાં આય અને તેઓની વચ્ચે ખીણ હતી.
૧૨
તેણે આશરે પાંચ હજાર પુરુષોને પસંદ કરીને બેથેલ તથા આય નગરની વચ્ચે પશ્ચિમ બાજુએ છાપો મારવા માટે તેઓને ગોઠવ્યા.
૧૩
તેઓએ સર્વ સૈનિકોની આ પ્રમાણે વ્યૂહરચના કરી. મુખ્ય સૈન્ય નગરની ઉત્તરે અને પાછળના સૈનિકો નગરની પશ્ચિમ બાજુએ હતા. યહોશુઆએ તે રાત ખીણમાં વિતાવી.
૧૪
જયારે આયના રાજાએ તે જોયું ત્યારે એમ બન્યું કે, તે અને તેના સૈનિકો વહેલા ઊઠયા અને યર્દન નદીની ખીણ તરફ ઇઝરાયલ પર હુમલો કરવાને ધસી આવ્યા. તેને ખબર ન હતી કે છાપો મારનારાઓ પાછળથી હુમલો કરવાને માટે નગરમાં લાગ જોઈ રહ્યા છે.
૧૫
તેઓની સામે યહોશુઆ અને સર્વ ઇઝરાયલે પોતે હારી જવાનો ઢોંગ કર્યો, તેઓ અરણ્ય તરફ નાસી ગયા.
૧૬
તેઓની પાછળ પડવા માટે જે બધા લોકો નગરમાં રહેતા હતા તેઓને બોલાવીને એકઠા કરવામાં આવ્યા. તેઓ યહોશુઆની પાછળ ગયા અને તેઓને નગરથી દૂર લઈ જવામાં આવ્યા.
૧૭
હવે આય અને બેથેલમાં ઇઝરાયલની પાછળ બહાર ગયો ન હોય એવો કોઈ પુરુષ રહ્યો ન હતો. નગરને નિરાશ્રિત મૂકીને તથા તેના દરવાજા ખુલ્લાં મૂકીને તેઓ ઇઝરાયલની પાછળ પડયા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options