Skip to content
યોહાન ૧:૧-૯

યોહાન ૧:૧-૯

પ્રારંભમાં શબ્દ હતા. તે ઈશ્વરની સાથે હતા. તે ઈશ્વર હતા.
તે જ પ્રારંભમાં ઈશ્વરની સાથે હતા.
તેમના થી જ સઘળું ઉત્પન્ન થયું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.
તેમનાંમાં જીવન હતું; તે જીવન માણસોનું અજવાળું હતું.
તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને બુજાવ્યું નહિ.
ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું.
તે સાક્ષી માટે આવ્યો કે અજવાળા વિષે સાક્ષી કરાવે, કે જેથી સર્વ તેના દ્વારા વિશ્વાસ કરે.
યોહાન પોતે તે અજવાળું ન હતો, પણ અજવાળા વિષે સાક્ષી આપવાને આવ્યો હતો.
ખરું અજવાળું તે ઈસુ હતા કે, જે દુનિયામાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options