Skip to content
યર્મિયા ૩૪:૨-૭

યર્મિયા ૩૪:૨-૭

“યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જા અને યહૂદિયાના રાજા સિદકિયાને કહે કે, યહોવાહ કહે છે કે; હું આ નગર બાબિલના રાજાના હાથમાં સોંપી દેનાર છું અને તે તેને આગ લગાડીને બાળી મૂકશે.
તું તેના હાથમાંથી છૂટી શકશે નહિ. પણ તને બંદી બનાવી લઈ જવાશે તથા તને તેના હાથમાં સોંપાશે. અને તારી અને બાબિલના રાજાની આંખેઆંખ મળશે અને તે તારી સાથે મોઢામોઢ વાત કરશે. અને તું બાબિલમાં જશે.’”
તેમ છતાં, હે યહૂદિયાના રાજા સિદકિયા તું યહોવાહનું વચન સાંભળ હું યહોવાહ તારા વિષે કહું છું કે, તું તલવારથી મૃત્યુ પામીશ નહિ.
પરંતુ તું તારા લોકો મધ્યે શાંતિથી મૃત્યુ પામશે. જેમ તેઓએ તારા પિતૃઓની એટલે તારા પહેલાંના રાજાઓની દહનક્રિયાઓ કરી તેમ તેઓ તારી દહનક્રિયા કરશે. અને તેઓ તને દિલાસો આપશે અને ગાશે કે, “અફસોસ ઓ અમારા પ્રભુ!” આ યહોવાહનું વચન છે.’”
તેથી યર્મિયા પ્રબોધકે યહૂદિયાના રાજા સિદકિયાને આ સર્વ વચન યરુશાલેમમાં કહી સંભળાવ્યાં.
તે સમયે બાબિલ રાજાનું સૈન્ય યરુશાલેમની સામે તથા યહૂદિયાનાં બાકી રહેલાં નગરો લાખીશ અને અઝેકા નગરોની સામે લડતું હતું. કેમ કે યહૂદિયાનાં નગરોમાંનાં કિલ્લેબંદીવાળાં નગરો આ બે જ હતાં.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options