મુખ્ય સામગ્રી પર જાઓ
ગલાતીઓને પત્ર ૪:૮-૧૧

દાસપણામાં પાછા ફરવા અંગે પાઉલની ચિંતા

ગલાતીઓને પત્ર ૪:૮-૧૧
પણ પહેલાં જયારે તમે ઈશ્વરને જાણતા નહોતા, ત્યારે જેઓ વાસ્તવમાં દેવો નથી તેઓની સેવા તમે કરતા હતા.
પણ હવે તમે ઈશ્વરને ઓળખ્યા છે, અથવા સાચું એ છે કે ઈશ્વરે તમને ઓળખ્યા છે, તો આ નબળા તથા નિર્માલ્ય જેવા તત્વોના દાસત્વની ફરીથી ઇચ્છા રાખીને, તેઓની તરફ બીજી વાર શા માટે પાછા ફરો છો?
૧૦
તમે ખાસ દિવસો, મહિનાઓ, તહેવારો તથા વર્ષોનાં પર્વો પાળો છો.
૧૧
તમારે વિષે મને ભય રહે છે કે, રખેને તમારા માટે કરેલો મારો શ્રમ કદાચ વ્યર્થ જાય.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options