મુખ્ય સામગ્રી પર જાઓ
હઝકિયેલ ૪૬:૧૬-૧૮

રાજકુમારના વારસા માટેના નિયમો

હઝકિયેલ ૪૬:૧૬-૧૮
૧૬
પ્રભુ યહોવાહ એમ કહે છે, ‘જો કોઈ સરદાર પોતાના દીકરાને કંઈ ભેટ આપે, તો તે તેનો વારસો છે. તે તેના દીકરાની સંપત્તિ થાય, તે તેનો વારસો છે.
૧૭
પણ જો તે પોતાના વારસામાંથી પોતાના કોઈ ચાકરને ભેટ આપે, તો મુક્ત કરવાના વર્ષ સુધી તે ચાકરની માલિકીમાં રહે, પછી તે સરદારની પાસે પાછી આવે. તેનો વારસો તેના દીકરાઓને માટે જ રહે.
૧૮
સરદારે લોકોને વારસો લઈને તેઓને પોતાના વતનમાંથી કાઢી મૂકવા નહીં, તેણે પોતાના દીકરાઓને પોતાની સંપત્તિમાંથી જ વારસો આપવો, જેથી મારા લોકો પોતાના વતનમાંથી વિખેરાઈ જાય નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options