Skip to content
હઝકિયેલ ૪૬:૧૯-૨૪

બલિદાનની રસોડીઓ અને ઉકાળવાની જગ્યાઓ

હઝકિયેલ ૪૬:૧૯-૨૪
૧૯
પછી તે માણસ મને દરવાજાના પ્રવેશ દ્વારથી ઉત્તર તરફના મુખવાળી ઓરડીઓ જે યાજકોને સારુ હતી તેમાં લાવ્યો, જુઓ ત્યાં પશ્ચિમ તરફ એક સ્થળ હતું.
૨૦
“તેણે મને કહ્યું, આ જગ્યાએ યાજકો દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ બાફે અને ખાદ્યાર્પણ પકાવે. તેઓ તેમને બહારના આંગણામાં લાવે નહિ કે, રખેને લોકો પવિત્ર કરી દેવાય.”
૨૧
પછી તે મને બહારના આંગણામાં લાવ્યો અને તેણે મને આંગણાના ચારે ખૂણામાં ફેરવ્યો, જુઓ, ત્યાં બહારના આંગણાંના દરેક ખૂણામાં એકએક આંગણું હતું.
૨૨
બહારના આંગણાંના ચાર ખૂણામાં આંગણાં હતા; દરેક આંગણું ચાળીસ હાથ લાંબું અને ત્રીસ હાથ પહોળું હતું. ખૂણાઓમાંના ચાર આંગણાં એક જ માપનાં હતા.
૨૩
તેઓ ચારેની આસપાસ ઇમારતોની હાર હતી, ઇમારતોની હાર નીચે ખાવા બનાવવાના ચૂલા હતા.
૨૪
તે માણસે મને કહ્યું, “આ તે જગ્યા છે, જ્યાં સભાસ્થાનના સેવકો લોકોનાં બલિદાનો બાફે.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options