Skip to content
એફેસીઓને પત્ર ૫:૧૫-૨૧

આત્મામાં બુદ્ધિપૂર્વક જીવવું

એફેસીઓને પત્ર ૫:૧૫-૨૧
૧૫
તો સાંભળો કે તમે નિર્બુદ્ધોની જેમ નહિ, પણ ચોકસાઈથી બુદ્ધિવંતોની રીતે ચાલો;
૧૬
સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ખરાબ છે.
૧૭
તેથી તમે અણસમજુ ન થાઓ, પણ ઈશ્વરની ઇચ્છા શી છે તે સમજો.
૧૮
દ્રાક્ષારસ પીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ;
૧૯
ગીતોથી, સ્ત્રોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે પ્રભુની વાતો કરીને તમારાં હૃદયમાં પ્રભુનાં ભજનો તથા ગીતો ગાઓ;
૨૦
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે, ઈશ્વર પિતાની આભારસ્તુતિ સર્વને સારુ નિત્ય કરજો.
૨૧
ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options