Skip to content
કલોસ્સીઓને પત્ર ૪:૧૦-૧૪

પાઉલના સાથીઓ તરફથી વંદન

કલોસ્સીઓને પત્ર ૪:૧૦-૧૪
૧૦
મારો સાથી બંદીવાન આરિસ્તાર્ખસ તથા બાર્નાબાસનો પિત્રાઈ ભાઈ માર્ક જેને વિષે તમને આજ્ઞા મળી છે કે, ‘તે જો તમારી પાસે આવે તો તેનો સ્વીકાર કરજો,’
૧૧
અને ઈસુ જે યુસ્તસ કહેવાય છે, તેઓ તમને સલામ કહે છે. આ બધાં એકલા જ સુન્નતીઓમાંના યહૂદી વિશ્વાસીઓમાંના છે, જે ઈશ્વરના રાજ્યને માટે મારી સાથે કામ કરનારા છે; તેઓ મને દિલાસારૂપ થયા છે.
૧૨
એપાફ્રાસ જે તમારામાંનો એક છે અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને સલામ પાઠવે છે, તે તમારે માટે હંમેશા આગ્રહથી પ્રાર્થના કરે છે, કે તમે ઈશ્વરની સર્વ ઇચ્છામાં સંપૂર્ણ થઈને પૂરેપૂરી ખાતરી સાથે દૃઢ રહો.
૧૩
કેમ કે તમારે માટે તથા જેઓ લાઓદિકિયામાં તથા હિયરાપોલિસમાં છે તેઓને માટે તે બહુ કામ કરે છે. એવી ખાતરી હું આપું છું.
૧૪
વહાલો વૈદ લૂક તથા દેમાસ તમને સલામ પાઠવે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options