Skip to content
કલોસ્સીઓને પત્ર ૪:૧૫-૧૮

છેલ્લાં વંદન અને અંતિમ આજ્ઞાઓ

કલોસ્સીઓને પત્ર ૪:૧૫-૧૮
૧૫
લાઓદિકિયામાના ભાઈઓને, નુમ્ફાને તથા તેના ઘરમાંના વિશ્વાસી સમુદાયને સલામ કહેજો.
૧૬
આ પત્ર વાંચ્યા પછી તમે તેને લાઓદિકિયાના વિશ્વાસી સમુદાયમાં પણ વંચાવજો, અને લાઓદિકિયામાંથી જે પત્ર આવે તે તમે વાંચજો.
૧૭
આર્ખિપસને કહેજો કે, ‘પ્રભુમાં જે સેવાકાર્ય તને સોંપવામાં આવ્યું છે તે સંપૂર્ણ હૃદયથી કરવાને તારે કાળજી રાખવી.’”
૧૮
હું પાઉલ, મારે હાથે તમને સલામ લખું છું. મારાં બંધનો યાદ રાખજો. તમારા પર કૃપા હો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options