મુખ્ય સામગ્રી પર જાઓ
પ્રેરિતોનાં ક્રત્યો ૬:૧-૭

સાતની નિમણૂક

પ્રેરિતોનાં ક્રત્યો ૬:૧-૭
તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી, ત્યારે હિબ્રૂઓની સામે ગ્રીક યહૂદીઓએ ફરિયાદ કરી, કેમ કે રોજ વહેંચણીમાં તેઓની વિધવાઓને ટાળવામાં આવતી હતી.
ત્યારે બાર પ્રેરિતોએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, અમે ઈશ્વરનું વચન પડતું મૂકીને ભોજન પીરસવાની સેવા કરીએ, એ ઉચિત નથી.
માટે, ભાઈઓ, તમે તમારામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા સાત પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો, કે જેઓને અમે એ કામ પર નીમીએ.
પણ અમે તો પ્રાર્થનામાં તથા ઈશ્વરના વચનનાં સેવાકાર્યમાં લાગુ રહીશું.
એ વાત આખા વિશ્વાસી સમુદાયને સારી લાગી; અને વિશ્વાસ તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્તેફન નામના એક પુરુષને, ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને, પાર્મિનાસને તથા અંત્યોખના યહૂદી થયેલા નિકોલસને તેઓએ પસંદ કર્યા.
તેઓએ તેમને પ્રેરિતોની આગળ રજૂ કર્યા; અને તેઓએ પ્રાર્થના કરીને તેમના પર હાથ મૂક્યા.
ઈશ્વરના વચનોનો પ્રચાર થતો ગયો અને યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ; ઘણાં યાજકો પણ વિશ્વાસને આધીન થયા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options