Skip to content
2 શમુએલ ૧૫:૨૪-૩૦

2 શમુએલ ૧૫:૨૪-૩૦

૨૪
પણ સાદોક તથા તેની સાથે સર્વ લેવીઓ ઈશ્વરનો કરાર કોશ ઊંચકીને ત્યાં આવ્યા. તેઓએ ઈશ્વરના કોશને નીચે મૂક્યો અને પછી અબ્યાથાર તેમની સાથે બલિદાન ચઢાવવા માટે જોડાયો. સર્વ લોકો નગરમાંથી બહાર નીકળી ગયા ત્યાં સુધી તેઓએ રાહ જોઈ.
૨૫
રાજાએ સાદોકને કહ્યું કે, “ઈશ્વરનો કોશ ઊંચકીને પાછો નગરમાં લઈ જા. જો ઈશ્વરની કૃપાદ્રષ્ટિ મારા પર થશે, તો તેઓ મને અહીં પાછો લાવશે અને કોશ તથા જ્યાં તે રહે છે તે જગ્યા મને ફરીથી બતાવશે.
૨૬
પણ જો તે એમ કહે કે, ‘હું તારા પર પ્રસન્ન નથી,’ તો જો, હું અહિંયા છું, જેમ તેને સારું લાગે તેમ તે મને કરે.”
૨૭
રાજાએ સાદોક યાજકને કહ્યું, શું “તું પ્રબોધક નથી? તારા બે દીકરા, અહિમાઆસને તથા અબ્યાથારના દીકરા યોનાથાનને તારી સાથે લઈને શાંતિથી નગરમાં પાછો જા.
૨૮
જ્યાં સુધી તમારી તરફથી મને ખાતરીપૂર્વક ખબર નહિ મળે, ત્યાં સુધી હું અરણ્ય તરફના ઘાટ આગળ ઊભો રહીશ.
૨૯
માટે સાદોક અને અબ્યાથાર ઈશ્વરનો કોશ ઊંચકીને પાછો યરુશાલેમમાં લાવ્યા અને તેઓ ત્યાં રહ્યા.
૩૦
પણ દાઉદ રડતો રડતો ઉઘાડા પગે જૈતૂન પર્વત પર ગયો, તેનું માથું ઢાંકેલું હતું. તેની સાથેના લોકોમાંના પ્રત્યેક માણસ પોતાનું માથું ઢાંકીને રડતો રડતો ચાલતો હતો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options