Skip to content
2 શમુએલ ૧૩:૨૩-૨૯

અબશાલોમ અમ્નોનની હત્યા કરે છે

2 શમુએલ ૧૩:૨૩-૨૯
૨૩
બે વર્ષ થયા પછી એમ થયું કે, એફ્રાઇમે નજીકના બાલ-હાસોરમાં આબ્શાલોમ પાસે ઘેટાં કાતરનારાઓને કામે બોલાવ્યા હતા, ત્યાં આબ્શાલોમે રાજાના સર્વ કુંવરોને આમંત્રણ આપ્યું હતું.
૨૪
આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું કે, “હે રાજા જો હવે, તારા દાસ પાસે ઘેટાં કાતરનારાઓ છે. કૃપા કરી, રાજા તથા તેના ચાકરોને તમારા સેવક સાથે આવવાની પરવાનગી આપો.”
૨૫
રાજાએ આબ્શાલોમને જવાબ આપ્યો કે, “નહિ, મારા દીકરા, અમે સર્વ તો નહિ આવીએ, કારણ કે અમે તને ભારરૂપ થઈએ.” આબ્શાલોમે રાજાને આગ્રહ કર્યો, પણ તે ગયો નહિ, પણ છતાં તેણે તેને આશીર્વાદ આપ્યો.
૨૬
પછી આબ્શાલોમે કહ્યું કે, “જો એમ નહિ તો, કૃપા કરી મારા ભાઈ આમ્નોનને મારી સાથે આવવા દે.” તેથી રાજાએ તેને કહ્યું, “શા માટે આમ્નોન તારી સાથે આવે?”
૨૭
આબ્શાલોમે દાઉદને આગ્રહ કર્યો અને તેથી તેણે આમ્નોનને તથા રાજાના સર્વ પુત્રોને તેની સાથે જવા દીધા.
૨૮
આબ્શાલોમે પોતાના ચાકરોને આજ્ઞા કરીને કહ્યું કે, “ધ્યાનથી સાંભળો. જયારે આમ્નોન દ્રાક્ષારસ પીવાની શરૂઆત કરે, અને હું તમને કહું કે, ‘આમ્નોન પર હુમલો કરો,’ ત્યારે તેને મારી નાખજો. બીશો નહિ. એ મારી આજ્ઞા છે. હિંમત રાખો શૂરાતન બતાવજો.”
૨૯
તેથી આબ્શાલોમે આજ્ઞા આપી હતી તેમ તેના ચાકરોએ આમ્નોનને પૂરો કરી નાખ્યો. પછી રાજાના સઘળા પુત્રો ઊઠ્યા અને દરેક પોતપોતાના ગધેડા પર બેસીને નાસી ગયા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options