Skip to content
1 શમુએલ ૨૯:૬-૧૧

આખીશ દાઉદને પાછો મોકલે છે

1 શમુએલ ૨૯:૬-૧૧
ત્યારે આખીશે દાઉદને બોલાવીને તેને કહ્યું, “જીવતા ઈશ્વરના સમ, તું પ્રામાણિકપણાથી વર્ત્યો છે અને સૈન્યમાં મારી સાથે આવે તે મારી દૃષ્ટિમાં સારું છે; કેમ કે તું મારી પાસે આવ્યો તે દિવસથી તે આજ સુધી તારામાં મને કંઈ અપરાધ માલૂમ પડ્યો નથી. તેમ છતાં, સરદારો તારાથી રાજી નથી.
માટે હવે તું પાછો વળ. અને પલિસ્તીઓના સરદારો તારાથી નારાજ ન થાય તે માટે તું શાંતિથી પાછો જા.”
દાઉદે આખીશને કહ્યું, “પણ મેં શું કર્યું છે? જ્યાં સુધી હું તારી સેવામાં હતો ત્યાં સુધી, એટલે આજ સુધી તેં પોતાના દાસમાં એવું શું જોયું, કે મારા માલિક રાજાના શત્રુઓની સાથે લડવા માટે મારી પસંદગી ના થાય?”
આખીશે ઉત્તર આપીને દાઉદને કહ્યું, “હું જાણું છું કે મારી દ્રષ્ટિમાં તું સારો, ઈશ્વર જેવો છે; પરંતુ પલિસ્તીઓના સરદારોએ કહ્યું છે કે, ‘તે અમારી સાથે યુદ્ધમાં ન આવે.’”
૧૦
માટે હવે તારા માલિકના જે ચાકરો તારી સાથે આવેલા છે તેઓની સાથે તું વહેલી સવારે ઊઠજે; ઊઠ્યા પછી સૂર્યોદય સમયે તમે વિદાય થજો.”
૧૧
તેથી દાઉદ તથા તેના માણસો પલિસ્તીઓના દેશમાં પાછા જવા માટે વહેલી સવારે ઊઠ્યા. પલિસ્તીઓએ યિઝ્રએલ તરફ કૂચ કરી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options