Skip to content
1 શમુએલ ૨૪:૧-૫

1 શમુએલ ૨૪:૧-૫

૧
જયારે શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું ટાળીને પાછો આવ્યો, ત્યારે તેને એમ કહેવામાં આવ્યું કે, “દાઉદ એન-ગેદીના અરણ્યમાં છે.”
૨
પછી શાઉલ સર્વ ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા ત્રણ હજાર માણસોને લઈને દાઉદ તથા તેના માણસોની શોધમાં વનચર બકરાંઓના ખડકો પર ગયો.
૩
તે માર્ગે ઘેટાંના વાડા પાસે આવ્યો, ત્યાં ગુફા હતી. શાઉલ હાજત માટે તેમાં ગયો. હવે દાઉદ તથા તેના માણસો ગુફાના સૌથી દૂરના ભાગમાં બેઠેલા હતા.
૪
દાઉદના માણસોએ તેને કહ્યું, “જે દિવસ વિશે ઈશ્વરે બોલ્યા હતા અને તેમણે તને કહ્યું કે, ‘હું તારા શત્રુને તારા હાથમાં સોંપીશ, તને જેમ સારું લાગે તેમ તું તેમને કરજે. તે દિવસ આવ્યો છે.’” ત્યારે દાઉદે ઊઠીને ગુપ્ત રીતે આગળ આવીને શાઉલના ઝભ્ભાની કોર કાપી લીધી.
૫
પછીથી દાઉદ હૃદયમાં દુઃખી થયો કેમ કે તેણે શાઉલના ઝભ્ભાની કોર કાપી લીધી હતી.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options