1 શમુએલ ૧૭:૨૦-૨૮
૨૦
દાઉદ સવારે વહેલો ઊઠયો અને એક રખેવાળને પોતાનાં ઘેટાં સ્વાધીન કરીને જેમ યિશાઈએ તેને આજ્ઞા આપી હતી તેમ તે સામાન લઈને ગયો. જયારે દાઉદ છાવણી આગળ પહોંચ્યો ત્યારે સૈન્ય યુદ્ધને સારું લલકાર આપી રહ્યું હતું.
૨૧
અને ઇઝરાયલ તથા પલિસ્તીઓએ પોતાનાં સૈન્યોનો વ્યૂહ સામ સામે રચ્યો હતો.
૨૨
¶ દાઉદ પોતાના સામાનને સાચવનારના હાથમાં સોંપીને સૈન્ય તરફ દોડયો અને ત્યાં પહોંચીને તેણે પોતાના ભાઈઓની મુલાકાત કરી.
૨૩
તે તેઓની સાથે વાત કરતો હતો, એટલામાં પેલો બળવાન માણસ, ગાથનો પલિસ્તી ગોલ્યાથ, પલિસ્તીઓના સૈન્યમાંથી આગળ આવીને અગાઉના જેવા શબ્દો બોલવા લાગ્યો. અને દાઉદે તે સાંભળ્યાં.
૨૪
જયારે ઇઝરાયલના સર્વ માણસોએ તે માણસને જોયો, ત્યારે તેઓ તેની આગળથી જતા રહ્યા અને ઘણાં ભયભીત થયા.
૨૫
¶ ઇઝરાયલના માણસોએ કહ્યું, “આ જે માણસ આગળ આવે છે તેને તમે જોયો છે? તે ઇઝરાયલનો તિરસ્કાર કરવા આવ્યો છે. અને જે માણસ તેને મારી નાખશે તેને રાજા ઘણાં દ્રવ્યથી દ્રવ્યવાન કરશે, તે પોતાની દીકરી સાથે તેનાં લગ્ન કરાવી આપશે, તેના પિતાના ઘરને ઇઝરાયલ મધ્યે સ્વતંત્ર કરશે.”
૨૬
¶ દાઉદે પાસે ઊભેલા માણસોને કહ્યું કે, “જે માણસ આ પલિસ્તીને મારી નાખીને ઇઝરાયલમાંથી કલંક દૂર કરશે તેને શું મળશે? આ બેસુન્નત પલિસ્તી કોણ છે કે જીવતા ઈશ્વરના સૈન્યનો તે તિરસ્કાર કરે?”
૨૭
પછી લોકોએ તેને કહ્યું કે, “જે માણસ તેને મારી નાખશે તેને રાજા દ્રવ્ય આપશે. તેની સાથે પોતાની દીકરીના લગ્ન કરાવશે. તે તેના ઘરને ખાસ દરજ્જો આપશે.”
૨૮
¶ તેના મોટા ભાઈ અલિયાબે તેને તે માણસો સાથે બોલતાં સાંભળ્યો. ત્યારે તેણે દાઉદ ઉપર સખત ગુસ્સે થઈને કહ્યું, “તું અહીં કેમ આવ્યો છે? તેં ઘેટાંને અરણ્યમાં કોની પાસે મૂક્યાં છે? હું તારા ગર્વને તથા તારા અંતઃકરણની દુષ્ટતાને જાણું છું; કેમ કે તું અહી લડાઈ જોવા માટે આવ્યો છે.”
Settings