મુખ્ય સામગ્રી પર જાઓ
1 પિતરનો પત્ર ૪:૭-૧૧

અંતને ધ્યાનમાં રાખીને વ્યવહારુ ફરજો

1 પિતરનો પત્ર ૪:૭-૧૧
બધી બાબતોનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ અને સાવચેત રહો જેથી તમે પ્રાર્થના કરી શકો.
વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો; કેમ કે પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે.
કઈ પણ ફરિયાદ વગર તમે એકબીજાનો સત્કાર કરો.
૧૦
દરેકને જે કૃપાદાન મળ્યું છે તે એકબીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું.
૧૧
જો કોઈ ઉપદેશ આપે છે, તો તેણે ઈશ્વરના વચન પ્રમાણે ઉપદેશ આપવો; જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી; કે જેથી સર્વ બાબતોમાં ઈસુ ખ્રિસ્ત ધ્વારા ઈશ્વર મહિમાવાન થાય; તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા હો! આમીન.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options