Skip to content
1 કાળવ્રત્તાંત ૧:૩૮-૫૪

1 કાળવ્રત્તાંત ૧:૩૮-૫૪

૩૮
સેઈરના દીકરા: લોટાન, શોબાલ, સિબયોન, અના, દિશોન, એસેર તથા દિશાન.
૩૯
લોટાનના દીકરા: હોરી તથા હોમામ. લોટાનની બહેન તિમ્ના.
૪૦
શોબાલના દીકરા: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબયોનના દીકરા: એયાહ તથા અના.
૪૧
અનાનો દીકરો: દિશોન. દિશોનના દીકરા: હામ્રાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન.
૪૨
એસેરના દીકરા: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના દીકરા: ઉસ તથા આરાન.
૪૩
ઇઝરાયલમાં કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલા આ બધા રાજાઓએ અદોમ દેશમાં રાજ કર્યું હતું: બેઓરનો દીકરો બેલા. તેના નગરનું નામ દિનહાબા હતું.
૪૪
બેલા મરણ પામ્યો ત્યારે બોસરાના ઝેરાહના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું.
૪૫
યોબાબ મરણ પામ્યો, ત્યારે તેની જગ્યાએ તેમાનીઓના દેશના હુશામે રાજ કર્યું.
૪૬
હુશામ મરણ પામ્યો, ત્યારે બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબીઓના દેશમાં મિદ્યાનીઓને હરાવ્યા અને માર્યા. તેના નગરનું નામ અવીથ હતું.
૪૭
હદાદ મરણ પામ્યો ત્યારે માસરેકાના સામ્લાએ તેની જગ્યાએ રાજ કર્યુ.
૪૮
સામ્લા મરણ પામ્યો ત્યારે નદી પરના રહોબોથના શાઉલે તેની જગ્યાએ રાજ કર્યુ.
૪૯
શાઉલ મરણ પામ્યો ત્યારે આખ્બોરના દીકરા બાલ-હનાને તેની જગ્યાએ રાજ કર્યું.
૫૦
બાલ-હનાન મરણ પામ્યો ત્યારે હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. તેના નગરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટ્રેદની દીકરી હતી.
૫૧
હદાદ મરણ પામ્યો. અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્વાહ, યથેથ,
૫૨
ઓહોલીબામાહ, એલા, પીનોન,
૫૩
કનાઝ, તેમાન, મિબ્સાર,
૫૪
માગ્દીએલ તથા ઇરામ. આ બધા અદોમ કુળના સરદારો હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options