મુખ્ય સામગ્રી પર જાઓ

Wave Offering વિશે બાઇબલની કલમો: The breast of all peace offerings

5 કલમો · 12 પાસાં

The breast of all peace offerings વિશે કલમો

  1. તેને ખમીર સહિત શેકવું નહિ. મેં અગ્નિ દ્વારા મળેલ ખાદ્યાર્પણના તેમના ભાગરૂપે તેમને આપેલા છે. પાપાર્થાર્પણની જેમ તથા દોષાર્થાર્પણની જેમ તે પરમપવિત્ર છે.

  2. “હારુનનો અભિષેક થાય તે દિવસે તેણે તથા તેના પુત્રોએ યહોવાહને માટે આ અર્પણ કરવું: એટલે ખાદ્યાર્પણને માટે નિયમિત એક દશાંશ એફાહ મેંદાનો લોટ, તેમાંથી અર્ધો સવારે તથા અર્ધો સાંજે અર્પણ કરવામાં આવે.

  3. તે પોતાના હાથે યહોવાહના હોમયજ્ઞો લાવે. તેણે ચરબી સહિત પ્રાણીની છાતી લાવવી, કે જેથી તેણે છાતીને, આરત્યર્પણને સારુ યહોવાહની આગળ અર્પણ કરાય.

  4. ¶ તેણે લોકોના શાંત્યર્પણ માટે બળદ અને ઘેટાંને કાપીને તેઓનું અર્પણ કર્યું. હારુનના પુત્રોએ તેને રક્ત આપ્યું, જેને તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું.

  5. મૂસાની આજ્ઞા પ્રમાણે હારુને પશુઓની છાતીના ભાગો અને જમણી જાંઘ ઊંચી કરીને યહોવાહને બલિદાન તરીકે અર્પણ કર્યું.