મુખ્ય સામગ્રી પર જાઓ

Under the Law Atonement વિશે બાઇબલની કલમો

34 કલમો · 19 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. “હારુન યાજકના દીકરા એલાઝારના દીકરા ફીનહાસે ઇઝરાયલ લોકો પરથી મારા રોષને શાંત કર્યો છે કેમ કે તે મારી પ્રત્યે ઝનૂની હતો. તેથી મારા ગુસ્સામાં મેં ઇઝરાયલી લોકોનો નાશ ન કર્યો.

  2. ¶ તેથી કહે કે, ‘યહોવાહ કહે છે કે, જુઓ, હું ફીનહાસને મારો શાંતિનો કરાર આપું છું.

  3. તેના માટે તથા તેના પછી તેના વંશજોને માટે તે સદાના યાજકપદનો કરાર થશે, કેમ કે મારા માટે, એટલે પોતાના ઈશ્વર માટે આવેશી થયો છે. તેણે ઇઝરાયલના લોકો માટે પ્રાયશ્ચિત કર્યું હતું.”

  4. ¶ કેમ કે જયારે આપણે હજી નિર્બળ હતા ત્યારે યોગ્ય સમયે અધર્મીઓને માટે ખ્રિસ્ત મરણ પામ્યા.

  5. ન્યાયી મનુષ્યને માટે કયારેક જ કોઈ પોતાનો જીવ આપે, સારા મનુષ્યને માટે મરવાને કદાચ કોઈ એક હિંમત પણ કરે.

  6. ¶ પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા. એવું કરવામાં ઈશ્વરે આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કર્યો.

  7. તેથી હવે આપણે હમણાં તેમના રક્તથી ન્યાયી ઠરાવાયા છીએ જેથી તેમના દ્વારા આપણે ઈશ્વરના ક્રોધથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે!

  8. ¶ કેમ કે જયારે આપણે ઈશ્વરના વિરોધી હતા, ત્યારે તેમના દીકરાના મૃત્યુથી ઈશ્વરની સાથે આપણું સમાધાન થયું. તેથી હવે તેમના જીવનને લીધે આપણે બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે!

  9. અને એટલું જ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમનાં દ્વારા હમણાં આપણું સમાધાન થયું છે, તેમને આશ્રયે આપણે ઈશ્વરમાં આનંદ પણ કરીએ છીએ.