Skip to content

Tithes વિશે બાઇબલની કલમો: Customs relating to

8 કલમો · 11 પાસાં

Customs relating to વિશે કલમો

  1. ¶ અમારા બાંધેલા લોટનો પ્રથમ હિસ્સો તથા અર્પણો, દરેક વૃક્ષનાં ફળો, દ્રાક્ષારસ અને તેલ યાજકો માટે ઈશ્વરના ભક્તિસ્થાનનાં ભંડારમાં લાવીશું. વળી અમારી જમીનની ઊપજનો દસમો ભાગ અમે લેવીઓ પાસે લાવીશું. કારણ કે લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે.

  2. લેવીઓ દશાંશ લે, તે સમયે હારુનના પુત્ર યાજકે તે લેવીઓ સાથે રહેવું. લેવીઓએ તે દશાંશોનો દશાંશ અમારા ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારમાં લાવવો.

  3. “બેથેલ આવીને પાપ કરો, અને ગિલ્ગાલમાં ઉલ્લંઘનો વધારતા જાઓ. રોજ સવારે તમારાં બલિદાન લાવો, અને ત્રણ ત્રણ દિવસે તમારાં દશાંશો લાવો.

  4. અને ખરેખર, લેવીના સંતાનમાંના જેઓ યાજકપદ પામે છે, તેઓને લોકોની પાસેથી એટલે ઇબ્રાહિમથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી, નિયમશાસ્ત્ર પ્રમાણે દસમો ભાગ લેવાની આજ્ઞા છે ખરી;

  5. પણ જે તેઓની વંશવાળીનો ન હતો, તેણે ઇબ્રાહિમની પાસેથી દસમો ભાગ લીધો અને જેને વચનો મળ્યાં હતાં તેને તેણે આશીર્વાદ આપ્યો.

  6. ¶ હવે, મોટો નાનાને આશીર્વાદ આપે છે તેમાં તો કંઈ પણ વાંધો નથી.

  7. અહીંયાં યહૂદી યાજકો જેઓ મૃત્યુપાત્ર છે તે આ દસમો ભાગ લે છે; પણ ત્યાં જેનાં સંબંધી સાક્ષી આપેલી છે, કે તે જીવંત છે, તે લે છે.

  8. અને એમ પણ કહેવાય છે કે, જે લેવી દસમો ભાગ લે છે, તેણે પણ ઇબ્રાહિમની મારફતે દસમો ભાગ આપ્યો;