મુખ્ય સામગ્રી પર જાઓ

Timbrel વિશે બાઇબલની કલમો

9 કલમો · 4 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. ¶ પછી હારુનની બહેન મરિયમ પ્રબોધિકાએ ખંજરી હાથમાં લીધી અને તમામ સ્ત્રીઓ તેની પાછળ પાછળ ખંજરીઓ વગાડતાં અને નાચતાં નાચતાં તેની પાછળ ચાલી. મરિયમે અને સ્ત્રીઓએ નાચગાન શરૂ કર્યા.

  2. ¶ યિફતા પોતાને ઘરે મિસ્પામાં આવ્યો. ત્યાં તેની દીકરી તેને મળવાને ખંજરી વગાડતા તથા નૃત્ય કરતાં કરતાં બહાર આવી. તે તેનું એક માત્ર સંતાન હતું, તેના પછી તેને અન્ય દીકરો કે દીકરી ન હતાં.

  3. અને દાઉદ તથા ઇઝરાયલના ઘરના લોકો દેવદારના લાકડાંમાંથી બનાવેલાં સર્વ પ્રકારનાં વાજિંત્રો, વીણા, સિતાર, ખંજરી, કરતાલ તથા મંજીરા ઈશ્વર આગળ વગાડતા હતા.

  4. દાઉદ તથા સર્વ ઇઝરાયલીઓ ગીતો ગાતા હતા અને વીણા, સિતાર, ખંજરી, ઝાંઝ તથા રણશિંગડાં વગાડીને ખૂબ આનંદથી ઈશ્વરની સમક્ષ ઉત્સવ કરતા હતા.

  5. તેઓ ખંજરી તથા વીણા સાથે ગાય છે, અને વાંસળીના અવાજથી આનંદ પામે છે.

  6. આગળ ગાયકો ચાલતા હતા, પાછળ વાજાં વગાડનારા ચાલતા હતા અને તેઓની વચમાં ખંજરી વગાડનારી કન્યાઓ ચાલતી હતી.

  7. ગીત ગાઓ અને ઢોલક વગાડો, સિતાર અને મધુર વીણા સાથે વગાડો.

  8. તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ.

  9. ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો.