Skip to content

Thunder વિશે બાઇબલની કલમો

9 કલમો · 5 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. ¶ પછી ત્રીજે દિવસે સવારમાં આકાશમાં મેઘગર્જનાઓ અને વીજળીઓ થવા લાગ્યાં. પર્વત ઉપર કાળું ઘાડું વાદળ છવાઈ ગયું, અને રણશિંગડાનો બહુ મોટો અવાજ થયો, જેથી છાવણીમાં સર્વ લોકો ધ્રૂજી ઊઠયા.

  2. આજે ઘઉંની કાપણી નથી શું? હું ઈશ્વરને વિનંતી કરીશ, કે તે ગર્જના તથા વરસાદ મોકલે. ત્યારે તમે જાણો તથા જુઓ કે પોતાના માટે રાજા માગીને ઈશ્વરની નજરમાં તમે દુષ્ટતા કરી છે તે મોટી છે.”

  3. તેથી શમુએલે ઈશ્વરને વિનંતી કરી; તે દિવસે ઈશ્વરે ગર્જના તથા વરસાદ મોકલ્યા. ત્યારે સર્વ લોકો ઈશ્વરથી તથા શમુએલથી ભયભીત થયા.

  4. જુઓ, આ તો માત્ર તેમના માર્ગનો ઇશારો છે; આપણે તેમનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ ખરા? પણ તેમના પરિપૂર્ણ પરાક્રમની ગર્જનાને કોણ સમજી શકે?”

  5. તમારી ગર્જનાનો અવાજ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા હચમચી.

  6. સૈન્યોના યહોવાહ મેઘગર્જના, ધરતીકંપ, મોટા અવાજ, વંટોળિયા, આંધી અને ગળી જનાર અગ્નિની જ્વાળાઓ મારફતે તને સજા કરશે.

  7. ¶ તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન તેઓનું નામ તેમણે ‘બને-રગેસ’ પાડ્યું, એટલે કે ‘ગર્જનાના દીકરા;’

  8. ¶ વળી તમે એવાઓની પાસે આવ્યા નથી, એટલે સ્પર્શ કરાય એવા પહાડની, બળતી આગની, અંધારાયેલા આકાશની, અંધકારની તથા તોફાનની

  9. તથા રણશિંગડાના અવાજની તથા એવા શબ્દોની ધ્વનિની કે જેનાં સાંભળનારાઓએ વિનંતી કરી કે એવા બોલ અમને ફરીથી સાંભળવામાં આવે નહિ.