Threshing વિશે બાઇબલની કલમો: Of the church in her conquests
Of the church in her conquests વિશે કલમો
“જો, મેં તને તીક્ષ્ણ નવા અને બેધારી દાંતાવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે; તું પર્વતોને મસળીને ચૂરેચૂરા કરીશ; પહાડોને ભૂસા જેવા કરી નાખીશ.
તું તેઓને ઊપણશે અને વાયુ તેઓને ઉડાવશે અને તેઓને વિખેરી નાખશે. તું યહોવાહમાં આનંદ કરીશ, તું ઇઝરાયલના પવિત્રમાં આનંદ કરશે.
યહોવાહ કહે છે, “હે સિયોનની દીકરી, ઊઠીને ઝૂડ, કેમ કે હું તારા શિંગડાંને લોખંડનાં, અને તારી ખરીઓ કાંસાની બનાવીશ; તું તેના વડે ઘણાં લોકોને કચડી નાખશે. તું તેઓના અનુચિત ધન યહોવાહને, અને તેઓની સંપત્તિને આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરશે.”