મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Dan વિશે બાઇબલની કલમો: Plundered Michah of his idols and his ephod

5 કલમો · 23 પાસાં

"The Tribe Of Dan" શોધો

Plundered Michah of his idols and his ephod વિશે કલમો

  1. ¶ પાંચ માણસો કે જેઓ દેશની જાસૂસી કરવાને ગયા હતા તેઓએ ઘરમાં જઈને કોતરેલી મૂર્તિ, એફોદ, તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ લીધી, ત્યારે યુદ્ધ માટે હથિયારોથી સજ્જ થયેલા પેલા છસો માણસો સાથે યાજકો દરવાજાના પ્રવેશ દ્વાર આગળ ઊભો રહેલો હતો.

  2. જયારે તેઓ મિખાના ઘરમાં ગયા અને કોતરેલી મૂર્તિ, એફોદ, તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ આવ્યા ત્યારે યાજકે તેઓને કહ્યું, “તમે આ શું કરો છો?”

  3. ¶ તેઓએ તેને કહ્યું, “છાનો રહે! તારો હાથ તારા મુખ પર મૂક અને અમારી સાથે આવ અને અમારો પિતા તથા યાજકો થા. શું એ વધારે સારું નથી કે તારે એક ઘરના યાજકો થવા કરતાં, ઇઝરાયલના એક કુળના યાજક થવું?”

  4. યાજકોનું હૃદય આનંદથી ભરાઈ ગયું. એફોદ, તરાફીમ, કોતરેલી મૂર્તિ લઈને તે તેઓની સાથે ચાલ્યો ગયો.

  5. ¶ તેથી તેઓ પાછા વળીને ચાલ્યા ગયા. તેઓએ તેઓની સામે નાનાં બાળકોને, જાનવરોને તથા પોતાની માલમિલકતોને આગળ રાખ્યાં.