મુખ્ય સામગ્રી પર જાઓ

The Sadducees વિશે બાઇબલની કલમો

34 કલમો · 9 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ સદૂકીઓ જે કહે છે કે પુનરુત્થાન નથી, તેઓમાંના કેટલાકે તેમની પાસે આવીને પૂછ્યું કે,

  2. ¶ પિતર અને યોહાન લોકોની આગળ વાત કરતા હતા, એટલામાં યાજકો, ભક્તિસ્થાનના અગ્રેસર તથા સદૂકીઓ તેઓ પર ધસી આવ્યા;

  3. ¶ પણ પ્રમુખ યાજક તથા તેના સઘળા સાથીઓ જેઓ સદૂકી પંથના હતા, તેઓને ખૂબ ઈર્ષા આવી,

  4. અને પ્રેરિતોને પકડીને તેઓએ તેમને જેલમાં પૂર્યા.

  5. ¶ તેઓએ તેમનું માન્યું; પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર માર્યો; અને વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ, એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધાં.

  6. પછી પાઉલે જોયું કે એક ભાગ સદૂકીઓનો, અને બીજો ફરોશીઓનો છે, ત્યારે તેણે સભામાં બૂમ પાડી કે, ‘ઓ ભાઈઓ, હું ફરોશી છું ને મારા પૂર્વજો ફરોશી હતા, મરણ પામેલાઓના પુનરુત્થાન સંબંધી આશા બાબત વિષે મારો ન્યાય કરવામાં આવે છે.’”

  7. તેણે એવું કહ્યું, ત્યારે ફરોશીઓ તથા સદૂકીઓની વચ્ચે તકરાર ઊભી થઈ, અને સભામાં પક્ષ પડયા.

  8. કેમ કે સદૂકીઓ કહે છે કે, ‘પુનરુત્થાન નથી, દૂત કે આત્મા પણ નથી; પણ ફરોશીઓ એ બન્ને વાત માન્ય કરે છે.

  9. ત્યારે મોટી ગડબડ ઊભી થઈ; ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઊઠ્યા, અને રકઝક કરતાં કહેવા લાગ્યા કે, ‘આ માણસમાં અમે કોઈ પણ અપરાધ જોતા નથી; કદાચને (પવિત્ર) આત્માએ અથવા (પ્રભુના) દૂતે તેને કંઈ કહ્યું હોય પણ તેથી શું?’