મુખ્ય સામગ્રી પર જાઓ

The Anakim વિશે બાઇબલની કલમો: Hebron a possession of, given to Caleb for his faithfulness

9 કલમો · 13 પાસાં

Hebron a possession of, given to Caleb for his faithfulness વિશે કલમો

  1. ¶ પછી યહૂદાનું કુળ યહોશુઆ પાસે ગિલ્ગાલમાં આવ્યું. કનિઝી યફૂન્નેના દીકરા, કાલેબે તેને કહ્યું, “કાદેશ બાર્નેઆમાં ઈશ્વરભક્ત મૂસાએ તારા અને મારા વિષે જે કહ્યું હતું તે તું જાણે છે.

  2. જયારે યહોવાહનાં સેવક મૂસાએ દેશની જાસૂસી કરવા માટે કાદેશ બાર્નેઆથી મને મોકલ્યો ત્યારે હું ચાળીસ વર્ષનો હતો. મારા મનમાં જે વાતની ખાતરી થઈ તે પ્રમાણે હું મૂસાની પાસે અહેવાલ લઈને પાછો આવ્યો હતો.

  3. ¶ પણ મારા ભાઈઓ જેઓ મારી સાથે આવ્યા હતા તેઓએ લોકોનાં હૃદય બીકથી ગભરાવી નાખ્યાં. પણ હું તો સંપૂર્ણરીતે યહોવાહ મારા પ્રભુને અનુસર્યો.

  4. મૂસાએ તે દિવસે પ્રતિજ્ઞા કરી કે, ‘નિશ્ચે જે ભૂમિ પર તારા પગ ફર્યા છે તે તારાં અને તારાં સંતાનોને માટે સદાકાળનો વારસો થશે, કેમ કે તું સંપૂર્ણરીતે મારા પ્રભુ યહોવાહને અનુસર્યો છે.

  5. ¶ હવે, જો! યહોવાહ મને તેના કહ્યા પ્રમાણે આ પિસ્તાળીસ વર્ષ પર્યંત જીવતો રાખ્યો છે, એટલે ઇઝરાયલ અરણ્યમાં ચાલતા હતા, તે સમયે યહોવાહ આ વચન મૂસાને કહ્યું હતું ત્યારથી. અને આજ હું પંચ્યાસી વર્ષનો થયો છું.

  6. મૂસાએ જે દિવસે મને બહાર મોકલ્યો હતો તે દિવસે જેવો હું મજબૂત હતો તેવો જ હજી આજે પણ મજબૂત છું. ત્યારે મારામાં જેટલું બળ હતું તેટલું જ બળ આજે યુદ્ધ કરવા માટે અને જવા આવવાને માટે મારામાં છે.

  7. ¶ તેથી હવે આ પર્વતીય પ્રદેશ કે જે વિષે યહોવાહ તે દિવસે મને વચન આપ્યુ હતું, તે મને આપ. કેમ કે તે દિવસે તેં સાંભળ્યું કે ત્યાં અનાકી અને તેમના મોટાં કોટવાળાં નગરો છે. યહોવાહ મારી સાથે હશે અને યહોવાહના કહ્યા પ્રમાણે હું તેઓને અહીંથી દૂર કાઢી મૂકીશ.”

  8. ¶ પછી યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો અને તેણે યફૂન્નેના પુત્ર કાલેબને હેબ્રોન વારસા તરીકે આપ્યું.

  9. એ માટે આજ સુધી કનિઝી યફૂન્નેના દીકરા કાલેબનો વારસો હેબ્રોન છે. કેમ કે તે ઇઝરાયલના પ્રભુ, યહોવાહને સંપૂર્ણરીતે અનુસર્યો હતો.