Sin Offering વિશે બાઇબલની કલમો: A young bullock for priests
A young bullock for priests વિશે કલમો
જો પ્રમુખ યાજક પાપ કરીને લોકો પર દોષ મૂકે, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને સારુ તે યહોવાહ પ્રત્યે ખોડખાંપણ વગરનો એક જુવાન બળદ ચઢાવે.
તેણે હારુનને કહ્યું, “તું પશુઓના ટોળામાંથી ખામી વગરનો એક બળદ પાપાર્થાર્પણને માટે તથા દહનીયાર્પણને માટે ખામી વગરનો એક ઘેટો લઈને યહોવાહની સમક્ષ તેઓનું અર્પણ કર.
¶ માટે હારુન વેદી પાસે ગયો અને પાપાર્થાર્પણનો જે વાછરડો તેને પોતાને માટે હતો, તે તેણે કાપ્યો.
¶ તેથી અહીં હારુન આ રીતે પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે. પાપાર્થાર્પણ માટે એક બળદ તથા દહનીયાર્પણ માટે એક ઘેટો લઈને તે પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે.
¶ પછી હારુન પોતાને માટે પાપાર્થાર્પણના બળદને રજૂ કરે અને પોતાના માટે તેમ જ પોતાના પરિવાર માટે પ્રાયશ્ચિત કરે.