Sciences વિશે બાઇબલની કલમો: History and Chronology
History and Chronology વિશે કલમો
¶ આહાબનાં બાકીનાં કાર્યો, તેણે જે સર્વ કર્યું, તથા તેણે બંધાવેલા હાથીદાંતનો મહેલ તેમ જ તેણે જે જે નગરો બાંધ્યા તે સર્વ ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલા નથી શું?
અહાઝયાહના બાકીનાં કૃત્યો વિષે ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું?
¶ સર્વ ઇઝરાયલની ગણતરી વંશાવળી પ્રમાણે કરવામાં આવી. ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં તેની નોંધ કરવામાં આવેલી છે. યહૂદાને તેના પાપને લીધે કેદી તરીકે બાબિલમાં લઈ જવામાં આવ્યો હતો.
¶ રાજા દાઉદના શાસનમાં બનેલા બધા જ બનાવો પહેલેથી છેલ્લે સુધી પ્રબોધક શમુએલ, પ્રબોધક નાથાન અને પ્રબોધક ગાદના પુસ્તકોમાં લખેલા છે.