મુખ્ય સામગ્રી પર જાઓ

Prophecy વિશે બાઇબલની કલમો: Sure fulfillment of

10 કલમો · 47 પાસાં

Sure fulfillment of વિશે કલમો

  1. “હે મનુષ્યપુત્ર, ‘દિવસોને વિલંબ લાગે છે અને દરેક સંદર્શન નિષ્ફળ થાય છે’ એવી કહેવત ઇઝરાયલ દેશમાં વધારે ચાલે છે તે શું છે?

  2. માટે, તું તેઓને કહે, પ્રભુ યહોવાહ કહે છે: ‘હું આ કહેવતનો અંત લાવીશ, જેથી ઇઝરાયલી લોકો તેનો ફરીથી ઉપયોગ કરે નહિ.’ તેઓને કહે કે, “સમય નજીક આવ્યો છે અને દરેક સંદર્શન પરિપૂર્ણ થશે.”

  3. ¶ કેમ કે હવે પછી ઇઝરાયલ લોકોમાં જૂઠાં સંદર્શન તથા ખુશકારક શકુન જોવામાં આવશે નહિ.

  4. કેમ કે હું, યહોવાહ છું, હું બોલીશ, હું જે વચન બોલીશ તે ફળીભૂત થશે. તેનો વિલંબ કરવામાં આવશે નહિ. હે બંડખોર લોકો, હું તમારા દિવસોમાં આ વચનો બોલીશ, તેને હું ફળીભૂત કરીશ. આ પ્રભુ યહોવાહનાં વચનો છે.

  5. તેથી તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે: મારાં વચનો પૂરાં કરવામાં વિલંબ થશે નહિ, પણ દરેક વચન જે હું બોલ્યો છું તે ફળીભૂત થશે.’ આ પ્રભુ યહોવાહનું વચન છે.

  6. કેમ કે સંદર્શન ભવિષ્ય માટે છે અને તે પૂર્ણ થવાને ઉતાવળું થઈ રહ્યું છે અને તે ખોટું પડશે નહિ. જો તે વધારે સમય લે તોપણ તેની રાહ જો! કેમ કે તે વિલંબ કર્યા વિના નિશ્ચે આવશે અને થોભશે નહિ.

  7. કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સઘળાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા માત્રા જતી રહેશે નહિ.

  8. આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.

  9. કેમ કે યરુશાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેમને વિષે તથા પ્રબોધકોની જે વાતો દરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તે વિષે પણ અજ્ઞાન હોવાથી તેમને અપરાધી ઠરાવીને તે ભવિષ્યની વાતો પૂર્ણ કરી.

  10. તેમને વિષે જે લખ્યું હતું તે સઘળું તેઓએ પૂર્ણ કર્યું ત્યારે વધસ્તંભ પરથી તેમને ઉતારીને તેઓએ તેમને કબરમાં મૂક્યા.