Skip to content

Onyx વિશે બાઇબલની કલમો

14 કલમો · 6 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. તે દેશનું સોનું સારું છે. ત્યાં મૂલ્યવાન મોતી તથા અકીક પાષાણ પણ છે.

  2. ઉરપત્રક અને એફોદમાં જડવા માટે ગોમેદ પાષાણો અને અન્ય પાષાણો.

  3. વળી ગોમેદના બે પાષાણો લેવા અને પછી તેના પર ઇઝરાયલ પુત્રોનાં નામ કોતરવાં.

  4. ¶ પ્રત્યેક પાષાણ પર ઉંમરના ઊતરતા ક્રમે છ નામ કોતરવામાં આવે. આમ, તેઓના જન્મ દિવસના ક્રમમાં બારે કુળનાં નામો કોતરવામાં આવે.

  5. આ મુદ્રા બનાવનાર કલાકાર પાસે તારે બે પાષાણ પર ઇઝરાયલ પુત્રોનાં નામ કોતરાવવાં અને તેમને સોનાના ચોકઠામાં જડવાં. અને ઇઝરાયલ પુત્રોના સ્મારક તરીકે ઉરાવરણની સ્કંધપટી સાથે જડી દેવા.

  6. હારુને આ નામો પોતાના બે ખભા પર કિંમતી પથ્થર ધારણ કરીને યહોવાહ પાસે જવું જેથી તેને ઇઝરાયલીઓનું સ્મરણ રહે.

  7. ચોથી હારમાં પીરોજ, ગોમેદ તથા યાસપિસ હોય. આ બધાને સોનામાં જ જડવાં.

  8. ગોમેદ પાષાણો, એફોદમાં અને ઉરાવરણમાં જડવાના પાષાણો.

  9. ¶ તેઓએ ગોમેદ પાષાણો તૈયાર કરીને તેમના પર ઇઝરાયલના બાર પુત્રોનાં નામ મુદ્રાની કોતરણીથી કોતરીને, તેમને સોનાના ચોકઠામાં બેસાડ્યા.

  10. ચોથી હાર ગોમેદ, પીરોજ તથા યાસપિસની હતી. એ બધાં સોનાનાં નકશીકામવાળા ચોકઠામાં જડેલા હતા.

  11. મેં મારી તમામ શક્તિ અનુસાર મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે સોનાની વસ્તુઓ માટે સોનું, રૂપાની વસ્તુઓ માટે ચાંદી, પિતળની વસ્તુઓ માટે પિતળ, લોખંડની વસ્તુઓ માટે લોખંડ એકત્ર કર્યા છે. અને લાકડાની વસ્તુઓ માટે લાકડું, મણિ જડાવકામને સારુ દરેક જાતનાં મૂલ્યવાન જવાહિરો, અકીક તથા સંગેમરમરના પુષ્કળ પાષાણો તૈયાર કરાવ્યાં છે.

  12. ઓફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ કે નીલમને ધોરણે તેની કિંમત થાય નહિ.

  13. તું ઈશ્વરના એદન બગીચામાં હતો, તું બધી જાતનાં મૂલ્યવાન રત્નો, હીરા, માણેક, પોખરાજ, નીલમણિ, પીરોજ, ગોમેદ, યાસપિસ, લીલમણિ તથા અગ્નિમણિથી આભૂષિત હતો. તારાં આભૂષણો સોનાનાં હતાં. તારા જન્મ દિવસે તારે માટે બનાવવામાં આવ્યાં હતાં.

  14. પાંચમો ગોમેદ, છઠ્ઠો અકીક, સાતમો તૃણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, અગિયારમો શનિ, બારમો યાકૂત.