Oaths વિશે બાઇબલની કલમો: Condemned for false
Condemned for false વિશે કલમો
સૈન્યોના યહોવાહ કહે છે, ‘હું તેને બહાર મોકલી દઈશ,’ ‘તે ચોરના ઘરમાં અને મારા નામના જૂઠા સમ ખાનારના ઘરમાં પ્રવેશ કરશે. મારો શાપ તેના ઘર પર રહેશે અને તેનો તેનાં લાકડાં તથા પથ્થરો સહિત નાશ કરશે.’”
“પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ. જાદુગરો, વ્યભિચારીઓ અને જૂઠા સાક્ષીઓ વિરુદ્ધ તથા મજૂર પર તેના વેતનમાં જુલમ કરનારની વિરુદ્ધ, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, પરદેશીનો હક પચાવી પાડનાર તથા મારો આદર નહિ કરનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ,” એમ સૈન્યોના યહોવાહ કહે છે.