Skip to content

Instruction વિશે બાઇબલની કલમો: Unclassified scriptures relating to

179 કલમો · 2 પાસાં

Unclassified scriptures relating to વિશે કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ તેના શાસનકાળના ત્રીજા વર્ષે તેણે પોતાના અધિકારીઓ બેન-હાયિલ, ઓબાદ્યા, ઝખાર્યા, નથાનએલ અને મિખાયાને યહૂદિયાના નગરોમાં બોધ કરવાને મોકલ્યા.

  2. વળી તેઓની સાથે લેવીઓને એટલે શમાયા, નાથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમિરામોથ, યોનાથાન, અદોનિયા, ટોબિયા અને ટોબ-અદોનિયાને તેમ જ યાજકોને એટલે અલિશામા અને યહોરામને પણ મોકલ્યા.

  3. તેઓએ યહૂદિયામાં શિક્ષણ આપ્યું. તેઓની પાસે ઈશ્વરનું નિયમશાસ્ત્ર હતું. યહૂદાનાં સર્વ નગરોમાં જઈને તેઓએ નિયમશાસ્ત્ર અનુસાર લોકોને શિક્ષણ આપ્યું.

  4. હું ડહાપણ વિશેનું ગીત ગાઈશ; હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ કે,

  5. જે વાત આપણે સાંભળી છે તથા શીખ્યા છીએ જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.

  6. યહોવાહનાં સ્તોત્ર, તેમનું સામર્થ્ય તથા તેમનાં કરેલાં આશ્ચર્યકારક કામો આવતી પેઢીને જાહેર કરીને તેઓના વંશજોથી આપણે તે સંતાડીશું નહિ.

  7. કારણ કે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો. તેમણે આપણા પૂર્વજોને આજ્ઞા કરી કે તેઓ પોતાનાં બાળકોને પણ શીખવે.

  8. જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે, તેઓ મોટાં થઈને પોતાનાં સંતાનોને તે જણાવે, માટે તેમણે આજ્ઞા આપી છે.

  9. જેથી તેઓ સહુ ઈશ્વરની આશા રાખે અને તેમનાં અદ્દભુત કાર્યોને વીસરી જાય નહિ, પણ તેમની આજ્ઞાઓને પાળે.

  10. પછી તેઓ પોતાના પૂર્વજોના જેવા ન થાય, કે જેઓ હઠીલા તથા બંડખોર પેઢીના છે, એવી પેઢી કે જેઓનાં હૃદય સ્થિર નથી અને જેઓનો આત્મા સમર્પિત કે ઈશ્વરને વિશ્વાસુ નથી.

  11. તેઓ અન્યાય કરતા નથી; તેઓ તેમના માર્ગમાં ચાલે છે.

  12. તમારાં શાસનો પાળવાની તમે અમને આજ્ઞા આપી છે કે જેથી અમે તેનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરીએ.

  13. તમારા વિધિઓ પાળવાને માટે મારા વિચારો દ્રઢ થાય તો કેવું સારું!

  14. જ્યારે હું તમારી બધી આજ્ઞાઓનો વિચાર કરું, ત્યારે હું શરમિંદો નહિ થાઉં.

  15. જ્યારે હું તમારા ન્યાયી સાક્ષ્યો શીખીશ ત્યારે હું મારા શુદ્ધ અંતઃકરણથી તમારો આભાર માનીશ.

  16. હું તમારા વિધિઓને અનુસરીશ; મારો ત્યાગ ન કરો.

  17. જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? તમારા વચનો પાળવાથી.

  18. મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે; તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો.

  19. મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.

  20. હે યહોવાહ, તમે સ્તુતિપાત્ર છો; કૃપા કરીને મને તમારાં શાસનો શીખવો.

  21. મારા હોઠોથી હું તમારા બધા નિયમો વિષે વાત કરીશ.

  22. તમારાં સાક્ષ્યોના માર્ગમાં મને પુષ્કળ સંપત્તિ કરતાં વધારે આનંદ મળ્યો છે.

  23. હું તમારા નિયમોનું મનન કરીશ અને તમારા માર્ગોને અનુસરીશ.

  24. તમારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ.

  25. તમારા સેવક ઉપર કૃપા કરો કે હું જીવું અને તમારાં વચનો પાળું.